Monday, December 23, 2024
Homeરાજ્યજોડિયા તાલુકાના બારાડીમાં બીમારીથી કંટાળી પ્રૌઢાની આત્મહત્યા

જોડિયા તાલુકાના બારાડીમાં બીમારીથી કંટાળી પ્રૌઢાની આત્મહત્યા

20 વર્ષથી માવતરે રહેતા પ્રૌઢાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી : માથાના દુખાવાની સારવાર છતાં સુધારો ન થતાં પગલું ભર્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જોડિયા તાલુકાના બારાડી ગામમાં રહેતાં પ્રૌઢા એ જુદી જુદી બીમારીઓથી કંટાળીને તેના ઘરે દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી કરવાનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના બારાડી ગામમાં રહેતાં ધીનબેન રાણાભાઈ મકવાણા (ઉ.વ.51) નામના પ્રૌઢા તેણીના માવતરે છેલ્લાં 20 વર્ષથી રહેતાં હતાં અને તેમને છેલ્લાં એક વર્ષથી માથા અને પેટનો દુ:ખાવો તથા ગેસ સહિતની બીમારીઓ રહેતી હતી. આ બીમારીની જુદા જુદા ડોકટરોની સારવાર ચાલુ હોવા છતાં માથાના દુ:ખાવો ઓછો થતો ન હોય જેથી જિંદગીથી કંટાળીને મંગળવારે બપોરના સમયે તેણીના ઘરે દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હચો. આ અંગેની મૃતકના ભાઈ દિનેશ દ્વારા જાણ કરાતા એએઅસાઈ જી.સી. અઘેરા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular