Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયટ્રેનમાં રાત્રે 10 વાગ્યા બાદ મુસાફરી કરવી હોય તો નવા નિયમોનું પાલન...

ટ્રેનમાં રાત્રે 10 વાગ્યા બાદ મુસાફરી કરવી હોય તો નવા નિયમોનું પાલન જરૂરી

- Advertisement -

રાત્રિના સમયે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, કોચમાં કોઈ વ્યક્તિ મોબાઈલ પર મોટેથી મ્યુઝિક વગાડે છે, ફોન પર મોટેથી વાત કરે છે અથવા રાત્રે 10 વાગ્યા પછી પણ લાઈટો ચાલુ રાખે છે ત્યારે મુસાફરો માટે ઘણી વખત મુશ્કેલ બની જાય છે. જો કે, હવે રેલ્વે મુસાફરોને આવી સમસ્યાનો સામનો કરવો નહીં પડે. રાત્રિના સમયે ટ્રેનની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે, રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને નિર્દેશો આપ્યા છે.

- Advertisement -

અગાઉ રેલવેને આવી અનેક ફરિયાદો મળી રહી હતી પરંતુ આ અંગે કોઈ નિયમ ન હોતો. હવે રેલવેએ મુસાફરોની સુવિધા માટે મોટો નિર્ણય લીધો છે. રેલ્વેએ નિર્ણય લીધો છે કે આવી કોઈપણ ફરિયાદ મળવા પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. નિયમો તોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને ટ્રેન સ્ટાફની જવાબદારી પણ નક્કી કરી શકાશે.

  • રાત્રે 10 વાગ્યા પછી ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આ નિયમોનું પાલન જરૂરી

કોઈ પણ મુસાફર ફોન પર મોટા અવાજે વાત કરશે નહીં કે લાઉડ મ્યુઝિક સાંભળશે નહીં, જેથી સાથી મુસાફરો પરેશાન થઈ શકે.

- Advertisement -

નાઈટ લેમ્પ સિવાયની તમામ લાઈટો રાત્રે બંધ કરવાની રહેશે.

ગ્રુપમાં ચાલવા વાળા મુસાફરો હવે મોડી રાત સુધી ટ્રેનમાં વાત કરી શકશે નહીં. સહ-પ્રવાસીની ફરિયાદ પર કાર્યવાહી થઈ શકે છે.

- Advertisement -

TTE, RPF કર્મચારીઓ, ઇલેક્ટ્રિશિયન, કેટરિંગ સ્ટાફ અને મેઇન્ટેનન્સ સ્ટાફ જેવા ચેકિંગ સ્ટાફ રાત્રે શાંતિપૂર્વક તેમનું કામ કરશે જેથી લોકોને તકલીફ ન પડે.

રેલવે કર્મચારીઓ 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, વિકલાંગ અને અપરિણીત મહિલાઓને તાત્કાલિક મદદ પૂરી પાડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular