Friday, December 6, 2024
Homeરાષ્ટ્રીયભંગાર વાહન ચલાવશો તો, આકરો વેરો ભરવો પડશે

ભંગાર વાહન ચલાવશો તો, આકરો વેરો ભરવો પડશે

- Advertisement -

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, નવું વાહન ખરીદતી વખતે પોતાના જૂના અને પ્રદુષણ ફેલાવતાં વાહનને કબાડ(સ્ક્રેપ) કરવાનો વિકલ્પ પસંદ કરનારા ખરીદદારોને નવા લાભ આપવામાં આવશે અને જે નવી નીતિ નહીં સવીકારે તેમના પર આકરો કરવેરા બોજ લાદવામાં આવશે. નવી નીતિને ઘણી પ્રોત્સાહક ગણાવતાં કહ્યું કે, આવતાં વર્ષોમાં ભારતીય વાહન ઉદ્યોગનો કારોબાર 30 ટકા વધી ને રૂ.10 કરોડ સુધી પહોંચી જશે. બજેટ 2021-22માં સ્વૈચ્છીક વાહન કબાડ નીતિ જાહેર કરવામાં આવી હતી. જેથી કોરોના મહામારીને કારણે મુશ્કેલીમાં મુકાયેલા વાહન કબાડ નીતિ હેઠળ વ્યકિતગત અથવા ખાનગી વાહનોનું 20 વર્ષમાં અને વાણિજયક વાહનોનો 15 વર્ષમાં ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે. ગડકરીએ કહ્યું કે, પોતાના વાહનને સ્વૈચ્છીક રીતે સ્ક્રેપ કરાવવાનો વિકલ્પ પસંદ કરનારા ગ્રાહકોને વાહન ઉત્પાદકો પાસેથી લાભ આપવામાં આવશે.

- Advertisement -

વાસ્તવમાં કબાડ નીતિ ફાયદાકારક સાબિત થશે. તેથી માત્ર અર્થતંત્રનેજ પ્રોત્સાહન નહીં મળે પરંતુ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે. જૂના વાહનોને કારણે લાખો રૂા.નું નુકસાન થઇ રહ્યું છે. નવી નીતિથી આવનારા દિવસોમાં વાહન ઉદ્યોગ સૌથી વધુ રોજગાર આપતાં ક્ષેત્રોમાં સામેલ થશે. જે લોકો સ્વૈચ્છીક સ્ક્રેપ નીતિ નહિં અપનાવે તેમના પર વાહનોનું આકરા ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.

ફિટનેસ સર્ટી. લેવાનો ચાર્જ 62 ટકા વધી જશે. જેથી 15 વર્ષ જૂની કેબનો ફિટનેસ સર્ટી. ચાર્જ વર્તમાન 200થી વધુ 7500 અને ટ્રકનો રૂા.12500 થઇ જશે. ઉપરાંત રોડ ટેકસના 10-25 ટકા ગ્રીન ટેકસ લાદવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular