જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં યુવાન સામે પોલીસ ફરિયાદ કર્યાના કેસમાં સમાધાન કરવા માંગેલા રૂા.25 લાખ આપવાની ના પાડતા યુવાનને દવા પી ખોટા કેસમાં ફસાવી દેવાની મહિલાએ ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી પાણીના ટાંકા પાસે રહેતાં યુસુફભાઈ સીદીકીભાઈ ખીરા નામના યુવાનના ભાઈ સામે રાભિયાબેન શબીર જુમાણી નામની મહિલાએ અગાઉ પોલીસ ફરિયાદ કરી હતી. અને આ ફરિયાદના કેસમાં સમાધાન કરવા માટે યુસુફભાઈ પાસેથી રૂા.25 લાખની માંગણી કરી હતી. પરંતુ, યુસુફભાઈએ આ માંગણી સ્વીકારી ન હતી. દરમિયાન ગત તા. 30 ના રોજ બપોરના સમયે એસ.ટી. બસ સ્ટેન્ડ રોડ પર મહિલાએ યુસુફભાઈને આંતરીને 25 લાખ રૂપિયા નહીં આપો તો દવા પી જઇ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.ત્યારબાદ આ અંગેની જાણ કરાતા હેકો આર.એ. જાડેજા તથા સ્ટાફે મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.