બિહારમાં દારૂબંધી વચ્ચે એક નીતિશ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર હવેથી કોઈ વ્યકિત દારૂ પીતા પકડાય તો તેને જેલમાં નહીં પુરવામાં આવે. તેના બદલે તેણે ફકત લિકર માફિયાની જાણકારી આપવાની રહેશે. તેણે આપેલી જાણકારીના આધારે જો શરાબ માફિયાની ધરપકડ થઈ જશે તો દારૂ પીતા પકડાઈ હશે તે વ્યકિતએ જેલમાં નહીં જવું પડે.
બિહારમાં દારૂબંધી વિભાગે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર, પ્રતિબંધ હોવા છતાં જો કોઈ રાજયમાં દારૂ પીતા પકડાશે તો તેને જેલમાં મોકલવામાં આવશે નહીં. પરંતુ ધરપકડથી બચવા માટે તેણે મહત્ત્વનું કામ કરવું પડશે. પકડાયેલા શખસે પોલીસને દારૂ માફિયા વિશે માહિતી આપવાની રહેશે, એટલે કે તેણે દારૂ કોની પાસેથી ખરીદ્યો છે તે જણાવવું પડશે.