કર્ણાટકમાં લોન ન મળવાને કારણે એક વ્યકિતએ બેંકને આગ લગાવી દીધી. મામલો હાવેરી જિલ્લાનો છે. આ વ્યકિતએ ઘણી વખત બેંકમાં લોન માટે અરજી કરી હતી, પરંતુ વારંવાર રિજેકટ થવાથી વ્યકિત પરેશાન થઈ ગયો હતો.
તેને આ અસ્વીકાર એટલો ધૃણાસ્પદ લાગ્યો કે તેણે બેંકને આગ લગાવી દીધી. મામલો રવિવારનો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કાગિનેલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 436, 477, 435 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી બેંકમાંથી લોન લેવા માંગતો હતો, જેના માટે તેણે બેંકમાં અરજી કરી હતી. જોકે, બેંકે દસ્તાવેજોની ચકાસણી બાદ તેની લોનની અરજી ફગાવી દીધી હતી. બેંકો દ્વારા દસ્તાવેજો અને કેટલાક અન્ય પરિમાણોની તપાસ કરીને પછી જ લોન સ્વીકારવામાં આવે છે. પોલીસ હવે આ કેસમાં આરોપીની પૂછપરછ કરી રહી છે.