સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપે ટીકીટ આપવાને લઇને જે નિયમો બહાર પાડ્યા છે. તેને લઇને ભાજપના અનેક કાર્યકર્તાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જયારે વધુ એક ધારાસભ્યના પુત્રએ અપક્ષ માંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરા દીપક શ્રીવાસ્તવની ટીકીટ કપાઈ જતા મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ગમે તે થઇ જાય પરંતુ હું મારા દીકરાને પાછલી બારીએથી ટીકીટ અપાવીશ. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે મધુ શ્રીવાસ્તવના દીકરા દિપક શ્રીવાસ્તવ વડોદરાના વોર્ડ નં-15 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ અગાઉ ધારાસભ્યએ જણાવ્યું હતું કે મારા પુત્રને ભાજપમાંથી ટીકીટ મળશે જ.ત્યારે જો ટીકીટ નહી મળે તો કોંગ્રેસ માંથી ચૂંટણી લડાવશો? તે પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે ભાજપ માંથી ટીકીટ આપવાના જ છે માટે બીજી કોઈ પાર્ટી કે અપક્ષમાંથી દિકરાને ચૂંટણી લડાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.
ભાજપ માંથી ટીકીટ ન મળતા નારાજ મધુ શ્રીવાસ્તવના પુત્ર અંતે વડોદરામાંથી અપક્ષમાં ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ભાજપ દ્રારા હોદ્દેદારોના પરિવારજનોને અને 60 વર્ષથી વધુ ઉંમરનાઓને ટીકીટ ન આપવાના નિર્ણયને લઇને પક્ષમાં વિરોધ જોવા મળી રહ્યો છે. તેઓ અમુકને ટીકીટ ન મળતા ભાજપનો છેડો ફાડીને અન્ય પક્ષ માંથી ચુંટણી લડવા જઈ રહ્યા છે.