રાજકોટ મહાનગરપાલિકા દ્વારાસંત તુલસીદાસ પ્રાથમિક શાળા નં.૧૬નું તથા મુક્તિધામ પાસે બનાવવામાં આવેલ ફૂલબજારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન શિક્ષણમંત્રીએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે ફુલ અને શિક્ષણ બંને ઉર્જાના પ્રતિક છે.
વાલીઓને સંબોધન કરતી વખતે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં 40હજાર જેટલી શાળાઓ છે અને 3લાખથી વધુ શિક્ષકો છે. બાદમાં તેઓએ જણાવ્યું કે સમાજમાં કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ આલોચના જ કરતા રહે છે. આપણું ગુજરાત ખૂબ સારું છે છતાં કેટલાક લોકો ટીકા કરતા રહે છે. જન્મ્યા ગુજરાતમાં, રહેવું ગુજરાતમાં, ધંધો અહીં કર્યો, છોકરા અહીં ભણ્યા. હવે બીજે સારૂ લાગતું હોય તો મારી વિનંતી છે કે તેઓ છોકરાના સર્ટિફિકેટ લઇ જે દેશ અને જે રાજ્યમાં સારું લાગતું હોય ત્યાં જતા રહો. આપણે તો કહ્યું છે કે ગુજરાત આવો, વ્યવસ્થાઓ જુઓ. શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. આમ આડકતરી રીતે શિક્ષણમંત્રીએ પ્રહારો કર્યા હતા.
ગુજરાતનું શિક્ષણ સારું ન હોય તો બહાર જાવ, જીતુ વાઘાણી સાફ શબ્દોમાં કહી દીધું, જુઓ વિડીઓ …#Rajkot #jituvaghani @jitu_vaghani #Khabargujarat pic.twitter.com/UDF7Rl63F3
— Khabar Gujarat (@khabargujarat) April 6, 2022