Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજી. જી. હોસ્પિટલને ધારાસભ્ય રિવાબા જાડેજાના હસ્તે આઈસીયુ એમ્બ્યુલન્સ અર્પણ - VIDEO

જી. જી. હોસ્પિટલને ધારાસભ્ય રિવાબા જાડેજાના હસ્તે આઈસીયુ એમ્બ્યુલન્સ અર્પણ – VIDEO

- Advertisement -

- Advertisement -

જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય અને માતૃશકિત ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરના અધ્યક્ષ રિવાબા જાડેજા દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલને અત્યંત આધુનિક આઈસીયુ એમ્યુબલન્સ અર્પણ કરવામાં આવી હતી. બેન્કના સહયોગથી અંદાજે રૂા.75 લાખની કિંમતની ધારાસભ્ય રિવાબાના હસ્તે જી. જી. હોસ્પિટલને અર્પણ કરવામાં આવી હતી. જામનગરની જી. જી. હોસ્પિટલમાં અનેક જિલ્લાઓમાંથી દર્દીઓ આવતા હોય છે. હાલના સમયમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા ખુબ જ વધતી જાય છે એવામાં આઈસીયુ એમ્બ્યુલન્સની આવશ્યકતા પણ વધે છે. ત્યારે જરૂરિયાતને ધ્યાને લઇ આ એમ્બ્યુલન જી જી હોસ્પિટલને અર્પણ કરવામાં આવી હતી. ઈમરજન્સી કેસમાં ઉપયોગી એવા વેન્ટીલેટર ઓકસીજન સહિતની અનેક સુવિધાઓથી સજ્જ આઇસીયુ એમ્બ્યુલન્સ છે. જેનું ધારાસભ્ય રિવાબા જાડેજાના હસ્તે મેડીકલ કોલેજના ડિન ડો. નંદની દેસાઈના મહાનુભાવોના હસ્તે અર્પણ કરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular