Thursday, January 16, 2025
Homeરાષ્ટ્રીયI.N.D.I.A. ગઠબંધને 14 ન્યુઝ એન્કરોનો કર્યો બહિષ્કાર

I.N.D.I.A. ગઠબંધને 14 ન્યુઝ એન્કરોનો કર્યો બહિષ્કાર

- Advertisement -

વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂઝિવ એલાયન્સના તમામ પક્ષોએ મોટો નિર્ણય લેતાં કહ્યું કે હવે તેમના પ્રતિનિધિઓ દેશમાં સંચાલિત 14 જેટલા ટેલિવિઝનના એન્કરના કાર્યક્રમોમાં ભાગ નહીં લે. જોકે આ મામલે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશનએ કહ્યું કે આ નિર્ણય ઘાતક મિસાઈલ સાબિત થશે. તે લોકતંત્રના મૂલ્યો વિરુદ્ધ છે. જ્યારે આ મામલે સત્તાધારી ભાજપે વિપક્ષના ગઠબંધન સામે નિશાન તાકતાં તેમના આ નિર્ણયની તુલના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સરકાર દરમિયાન દેશ પર લદાયેલી કટોકટી સાથે કરી હતી. ઉલ્લેખનિય છે કે I.N.D.I.A. ગઠબંધનની મીડિયા સંબંધિત સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. એક નિવેદન જાહેર કરીને જણાવાયું કે 13 સપ્ટેમ્બર, 2023ના રોજ યોજાયેલી બેઠકમાં I.N.D.I.A. કોઓર્ડિનેશન કમિટી દ્વારા લેવાયેલા નિર્ણયો મુજબ વિપક્ષી ગઠબંધનના પક્ષો આ 14 એન્કરના શો અને કાર્યક્રમમાં તેમના પ્રતિનિધિને નહીં મોકલે. વિપક્ષી દળોના ગઠબંધનને આ નિર્ણય પાછો ખેંચી લેવાનો આગ્રહ કરતાં NBDAએ કહ્યું કે I.N.D.I.A.ની મીડિયા સમિતિના અમુક પત્રકારો / એન્કરોના શો અને કાર્યક્રમોમાં તેમના પ્રતિનિધિઓને નહીં મોકલવાના નિર્ણયથી તે વ્યથિત અને ચિંતિત છે. આ એક ખતરનાક ઉદાહરણ બનશે. કોંગ્રેસ મીડિયા વિભાગના પ્રમુખ અને I.N.D.I.A.ની મીડિયા સમિતિના સભ્ય પવન ખેડાએ કહ્યું કે રોજ સાંજે પાંચ વાગ્યે અમુક ચેનલ પર નફરતની દુકાનો લગાવાતી હતી. અમે નફરતના બજારના ગ્રાહક નહીં બનીએ. અમારો ઉદ્દેશ્ય નફરત મુક્ત ભારતનો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular