Saturday, December 6, 2025
Homeરાજ્યભાણવડમાં પતિ દ્વારા પત્ની ઉપર છરી વડે હુમલો

ભાણવડમાં પતિ દ્વારા પત્ની ઉપર છરી વડે હુમલો

ભાણવડ તાબેના મોટા ગુંદા ગામે રહેતી અને કરસનભાઈ હમીરભાઈ હિંગળાજની 25 વર્ષીય પરિણીત પુત્રી જયશ્રીબેન ધર્મેન્દ્રભાઈ બોરીચા ગઈકાલે ગુરૂવારે તેમના પિયરમાં હતી, ત્યારે જામનગરના દિગ્જામ સર્કલ રોડ ઉપર રહેતા તેણીના પતિ ધર્મેન્દ્ર ઉર્ફે દીપુભાઈ કરસનભાઈ બોરીચાએ તેણી પાસે આવી અને ‘મારી દીકરી મને આપી દે’- તેમ કહી, બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો મારમાર્યો હતો.

આટલું જ નહીં, ધર્મેન્દ્ર ઉર્ફે દીપુ બોરીચાએ પોતાના હાથમાં રહેલી છરીના હાથાથી જયશ્રીબેનના માથાના ભાગે ઘા ફટકારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ભાણવડ પોલીસ મથકમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે જયશ્રીબેનની ફરિયાદ ઉપરથી ધર્મેન્દ્ર ઉર્ફે દીપુ સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી એ.એસ.આઇ. કે.ડી. મકવાણા હાથ ધરી છે. આ પ્રકરણમાં ભાણવડ પોલીસે ધર્મેન્દ્ર ઉર્ફે દીપુ બોરેચા સામે પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે છરી રાખવા સબબ જી.પી. એક્ટની કલમ મુજબ વધુ એક ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular