જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા દંપતી વચ્ચે રક્ષાબંધનના દિવસે ભાઈના ઘરે જવાની વાતને લઇને બોલાચાલી થઇ હોય અને પતિને તે વાતનું ખોટું લાગી આવતા તેણે ઘરમાં પડેલ ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
લાલપુર તાલુકાના જોગવડ ગામે હનુમાનજીના મંદિર પાસે રહેતા ધનજીભાઈ આલાભાઈ ફફલને તેમની પત્નીએ તેના ભાઈના ઘરે જવાનું કહ્યું હોય અને તે વાતને લઇને બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ વાતનું ખોટું લાગી આવતા ધનજીભાઈએ ઝેરી દવા પી લેતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પાંચ દિવસની સારવાર બાદ ગઈકાલના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે મેઘપર પોલીસ દફતરને જાણ કરવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.