જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં અન્ય મહિલા સાથે મૈત્રી કરારથી રહેતા યુવાન ઉપર તેની પત્ની સહિતના ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી છરીના ઘા ઝીંકયા હતા તેમજ પતાવી દેવાની આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં દોઢ માસથી પત્ની અલગ અન્ય મહિલા સાથે મૈત્રી કરાર કરી રહેતા છગન કાનજી માંડવીયા નામના કડિયાકામ કરતા યુવાન ઉપર શુક્રવારે રાત્રિના સમયે તેની પત્ની ગીતાબેન છગન માંડવીયા, મુકેશ ધવલ કોળી, ધવલ કોળી નામના ત્રણ શખ્સોએ છગનને આંતરીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ મુકેશ કોળીએ છગનના માથામા, પગમાં અને સાથળમાં છરીના ઘા માર્યા હતાં ઉપરાંત છગન અને મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બનાવની જા થતા પીએસઆઈ વી.કે. કણઝારિયા તથા સ્ટાફે છગનના નિવેદનના આધારે તેની પત્ની સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.