ગુજરાતમાં હવે ચોમાસું પૂર્ણ થવાના આરે છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી પરતું હવામાં ભેજ હોવાથી કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. તો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં ચક્રવાત આવશે. ચોમાસુ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે ચક્રવાત અને વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં ચક્રવાત આવશે. ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં 8થી12 ઓક્ટોબર સુધીમાં વરસાદની સંભાવનાઓ છે. 2થી 5 ઓક્ટોબર સુધી પણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ થશે. 12 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે અને ચક્રવાતની સ્થિતિ સર્જાશે. અંબાલાલની આ આગાહીના પરિણામે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી હતી ભારે વરસાદને કારણે નદી, નાળા અને જળાશયોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ઉપરાંત આ વર્ષે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાતા ખેડુતોના પાકને પણ ઘણું નુકશાન થયું છે