Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયઉત્તરાખંડમાં ભારે વરસાદથી સેંકડો ગુજરાતીઓ ફસાયા : જાહેર કરાયો હેલ્પલાઈન નંબર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી સેંકડો ગુજરાતીઓ ફસાયા : જાહેર કરાયો હેલ્પલાઈન નંબર

સીએમ ભુપેન્દ્ર પટેલ સતત ઉત્તરાખંડના સીએમ ના સંપર્કમાં

- Advertisement -

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રામાં નીકળેલા હજારો લોકો ફસાયા છે. યાત્રામાં નીકળેલા સેંકડો ગુજરાતીઓ પણ આ દરમ્યાન ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઉત્તરાખંડની સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને પ્રવાસીઓને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા છે. વડાપ્રધાન મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સતત ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીના સંપર્કમાં છે.

- Advertisement -

હાલ મળતી માહિતી મુજબ ગુજરાતના તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે અને વધુ વિગત માટે સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે. 079-23251900 નંબર પરથી ગુજરાતી પ્રવાસીઓની માહિતી મેળવી શકાશે.

ઉત્તરકાશી, નેતાલા જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ફસાયા છે, પ્રાપ્ત માહિતી મુજબ ગંગોત્રીમાં ભારે વરસાદને લીધે સેંકડો ગાડીઓ રોકી દેવામાં આવી છે. વધુ ખરાબ પરિસ્થિતિને લીધે યાત્રીઓ જ્યાં છે ત્યાં જ રોકી દેવામાં આવ્યા છે. હરિદ્વાર અને ઋષિકેશમાં ચારધામ માટે આવેલા યાત્રીઓને આગળ ન વધવા ચેતવણી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular