Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરના રણજીતસાગર ડેમ પાસેથી માનવ કંકાલ મળી આવ્યા... - VIDEO

જામનગરના રણજીતસાગર ડેમ પાસેથી માનવ કંકાલ મળી આવ્યા… – VIDEO

પોલીસે સ્થળ પર પહોંચી જઇ કંકાલ કબ્જે કર્યુ : પ્રાથમિક તારણમાં કંકાલ યુવાનનું હોવાની શકયતા : હત્યાની આશંકાએ તે દિશામાં તપાસ

જામનગર શહેરના જીવાદોરી સમાન એવા રણજીતસાગર ડેમના પટમાંથી મંગળવારે સાંજે માનવકંકાલ મળી આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સ્થળ પરથી કંકાલ કબ્જે કરી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, જામનગરના જીવાદોરી સમાન રણજીતસાગર ડેમના પટમાં સમાણા જવાના માર્ગ પર આવેલા પુલ નીચેથી મંગળવારે સાંજના સમયે માનવ ખોપરી નજરે પડતા આ અંગેની જાણ કરવામાં આવતા પંચકોશી બી ડીવીઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી પોલીસે માનવ ખોપરી, છાતીનો ભાગ, પાસડા તથા પગના હાડકાનું કંકાલ મળી આવતા કબ્જે કર્યુ હતું. સ્થળ પરથી માનવ કંકાલ મળી આવતા પોલીસ ટીમે એફએસએલની જાણ કરી હતી. જેના આધારે એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થળ પરથી મળી આવેલા કંકાલ કબ્જે કરી આ કંકાલ સ્ત્રીનું છે કે પુરૂષનું ? અને કયા કારણોસર મોત નિપજ્યું ? તે અંગેની તપાસમાં પ્રાથમિક તારણમાં કંકાલ યુવાનનું હોવાનું ખૂલ્યુ હતું. તેમજ આ યુવાનનું મોત અકસ્માતે થયું કે આપઘાત છે ? અથવા તો કોઇએ હત્યા કરીને લાશને ફેકી દીધી હોવાની દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. જો કે આ પ્રકરણમાં એફએસએલના રિપોર્ટ પછી સાચી હકીકતો બહાર આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular