જામનગર તાલુકાના અલિયા ગામની સીમમાં પડેલી કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા કારમાંથી રૂા.1,38,000 ની કિંમતના 690 લીટર દેશી દારૂના 15 બાચકા મળી આવતા કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના અલિયા ગામની સીમમાં કેશુભાઈ મકવાણાની વાડીની બાજુમાં કાચા રસ્તા પર પડેલી જીજે-12-બીએસ-7741 નંબરની કારમાં દારૂનો જથ્થો હોવાની પો.કો.હરદેવસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, હેકો નિર્મલસિંહ જાડેજા, ચેતનભાઈ ઘાઘરેટીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ પંચકોશી એ ડીવીઝનના પીઆઈ એમ.એન. શેખ, પીએસઆઇ એ.આર.પરમાર, હેકો નિર્મળસિંહ જાડેજા,ચેતનભાઈ ઘાઘરેટીયા,પો.કો. હરદેવસિંહ ઝાલા, વનરાજભાઈ ગઢાદરા, જયદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન કારની તલાસી લેતા કારમાંથી રૂા.1,38,000 ની કિંમતના 690 લીટર દેશી દારૂના નાના મોટા પંદર બાચકા મળી આવતા પોલીસે દારૂ અને સાત લાખની કિંમતની કાર સહિત કુલ રૂા.8,38,000 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.