ભારતીય સેનાએ પર્વતો વચ્ચે 1000 કિમીની બાઈક રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી
આજે કારગિલ વિજય દિવસના 22 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક દિવસ નિમિતે ભારતીય સેના દ્વારા યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ભારતીય સેનાએ કશ્મીરથી લેહ સુધીના પર્વતો વચ્ચેથી 1000 કિલોમીટર લાંબી બાઇક રેલી કાઢી હતી. આ રેલી શહીદોને શ્રધ્ધાંજલિ આપવા માટે દ્રાસમાં બનાવેલ ઐતિહાસિક કારગિલ યુદ્ધ સ્મારક પર પૂરી થઈ હતી.
એક ટુકડીનું નેતૃત્વ ઉત્તરીય આર્મીના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વાય.કે. જોશી કરી રહ્યા હતા. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા એ. ભારત ભૂષણ બાબુએ શેર કરેલા વીડિયોમાં, ઉત્તરી આર્મીના કમાન્ડર ધ્રુવ બાઈકર્સને “How’s the josh?” પૂછી રહ્યા છે. અને જવાબમાં જવાનો ઉત્તર આપી રહ્યા છે,’હાઇ સર’. લેફ્ટનન્ટ જનરલ જોશીએ ખતરનાક ઝોજીલા પાસને પસાર કરતા પહેલા બાઇક ચાલકો સાથે વાત કરીરહ્યા હતા તે વિડીઓ શેયર કર્યો છે. તેમણે કહ્યું, ” લદાખ જવાના માર્ગમાં જોજિલા પર ચઢતાની સાથે તમારે કાળજી રાખવી જોશે અને સાવચેત રહેવું જોઈએ. ધીમી ગતીથી ચાલજો.”
અંતે ઉલ્લેખનીય છે કે દેશભરના લોકો આજે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તેમજ તમામ નેતાઓએ શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી અને તેમના બલિદાનને યાદ કર્યા હતા.