Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરછેલ્લા 24 કલાકમાં જામનગર જીલ્લામાં ક્યાં કેટલો વરસાદ?

છેલ્લા 24 કલાકમાં જામનગર જીલ્લામાં ક્યાં કેટલો વરસાદ?

- Advertisement -

જામનગર જિલ્લામાં શનિવારે ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ જોવા મળ્યો હતો.આજે સવારે પુરા થતા ૨૪ કલાક દરમ્યાન કાલાવડમાં ઘોધમાર બે ઇંચ પાણી વરસી ગયુ હતુ. જયારે ધ્રોલમાં વધુ એક ઇંચ, જામજોધપુર અને લાલપુરમાં અડધો ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

- Advertisement -

જામનગર જીલ્લાના વિવિધ તાલુકાઓમાં ગઈકાલે શનિવારે બપોર બાદ વરસાદી વાતાવરણ છવાયું હતું. કાલાવડ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો લગભગ બે કલાક સુધી વરસેલા વરસાદે વધુ 53 મીમી પાણી ઠાલવી દેતા માર્ગો ફરી જળબંબોળ થયા હતા. જયારે ધ્રોલમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જામજોધપુર તથા લાલપુરમાં અડધો ઇંચ પાણી વરસ્યું હતું.

જામનગર ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ રવિવારે સવારે પુરા થતા 24 કલાક સુધીમાં જોડીયાના બાલંભામાં 5 મી.મી., ધ્રોલના લતીપુરમાં 7 મી.મી., લૈયારામાં 36 મી.મી., કાલાવડના નીકવામાં 15 મી.મી., ખરેડીમાં 15 મી.મી., ભ. ભેરાજામાં 25 મી.મી., નવાગામ માં 22 મી.મી., મોટા પાંચ દેવડામાં 20 મી.મી., જામજોધપુરના સમાણામાં 2 મી.મી., શેઠ વડાળામાં 10 મી.મી., વાંસજાળીયામાં 5 મી.મી., ધુનડામાં 28 મી.મી., પરડવામાં 8 મી.મી., લાલપુરના પડાણામાં 20 મી.મી., ભણગોરમાં 1 મી.મી., મોટા ખડબામાં 3 મી.મી., મોડપરમાં 32 મી.મી., અને ડબાસંગમાં 5 મી.મી. વરસાદ વરસ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular