કાલાવડના મંગલમ જવેલર્સમાં અંદાજિત 6 લાખના દાગીનાની ચોરી, મહિલા આરોપી CCTVમાં કેદ
જામનગર જીલ્લાના કાલાવડ શહેરના માંડવી ચોક વિસ્તારમાં આવેલ મંગલમ જવેલર્સ દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, અજાણી મહિલા દ્વારા દુકાનદારની નજર ચૂકવી દાગીના ચોરી જવામાં આવ્યા છે.
View this post on Instagram
આ સમગ્ર ઘટનાક્રમ દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયો છે. ચોરીનો આંક અંદાજિત છ લાખ રૂપિયાના દાગીનાનો હોવાનું કહેવાય છે.ગ્રાહક બનીને આવેલી બુકાનીધારી મહિલાએ તક મળતા જ દાગાની ભરેલ બોકસને છુપાવીને મેળવીને રફુચક્કર થઈ ગઈ હતી.
પોલીસએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે તથા CCTV ફૂટેજના આધારે મહિલા ચોરની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સ્થાનિક વેપારીઓમાં આ ઘટનાને લઈને ભય અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે


