Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકેમ છો બધા... પ્રધાનમંત્રી મોદીના 40 મિનીટના ગુજરાતી ભાષણની મુખ્ય વાતો

કેમ છો બધા… પ્રધાનમંત્રી મોદીના 40 મિનીટના ગુજરાતી ભાષણની મુખ્ય વાતો

- Advertisement -

આજથી બે દિવસ સુધી પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે છે. સવારે રોડ શો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે સાડા ચાર વાગ્યે GMDCમાં ગુજરાત પંચાયત મહા સંમેલનમાં આવ્યા હતા. પીએમ મોદી પંચાયતી રાજની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું અને બાદમાં પાંચ ટર્મથી સમરસ થતી ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માન કર્યું હતું.

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ ત્રણ વખત હિન્દીમાં ભાષણ કર્યું અને ત્યારબાદ કેમ છો બધા કહી ગુજરાતી ભાષામાં સતત 40 મિનીટ સુધી પંચાયત મહાસંમેલનમાં ભાષણ આપ્યું હતું. તેઓએ જણાવ્યું કે ગુજરાત એ બાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ છે. બાપુ હંમેશા ગ્રામીણ વિકાસ અને સ્વનિર્ભર ગામડાઓની વાત કરતા, આજે દેશ જ્યારે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આપણે બાપુના ‘ગ્રામીણ વિકાસ’ના સ્વપ્નને પૂરું કરવું જોઈએ.

કોરોના મહામારીને લઇને પીએમ મોદીએ જણાવ્યું કે કોરોના મહામારી દરમિયાન પણ આપણા નાના ખેડૂતોએ સુનિશ્ચિત કર્યું કે ખોરાકની કોઈ અછત ન થાય. આખી દુનિયાને ચિંતામાં મુકી દીધી એ કોરોનાને ગામડાંમાં પહોંચ પહોંચતા મોંમાં ફીણ આવી ગયા.પીએમએ કહ્યું કેગામડાના લોકોએ અદભૂત વ્યવસ્થા વિકસાવી જેના પરિણામે કોરોનાને ગામડામાં પ્રવેશતા રોકી શકાયો. આપણા નાના ખેડૂતે કામમાં કોઈ પાછી પાનીના ના કરી અને ભારતનો અન્નનો ભંડાર ભરવા માટે પ્રાધાનમંત્રીએ ખેડૂતોનો અભાર વ્યક્ત કર્યો.

- Advertisement -

આપણે આપણા ગામડાની શાળાઓનો જન્મદિવસ ઉજવવો જોઈએ. આ ઉજવણી આપણે શાળાઓની સફાઈ કરીને તેમજ સૌએ સાથે મળીને સુધારણા ક્ષેત્રોની યોજના બનાવીને પણ કરી શકીએ છીએ.            નરેન્દ્ર મોદીએ નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માગ્યું અને કહ્યું કે હું કહું એવા નાના નાના કામ કરશો? દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે બેસીગુજરાતના ભવિષ્યની ચિંતા કરે તેનાથી મોટી શું વાત હોય શકે.

પ્રાકૃતિક ખેતી પર ભાર આપી પીએમ મોદીએ જણાવ્યું કે 75 ખેડૂતો નક્કી કરે કે આ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરશે. ધરતી આપણી માતા છે અને આ માતાને આપણે ઝેર આપીને દુખી કરી રહ્યા છીએ. આપણી માતાને પીડામાંથી મુક્ત કરવી જવાબદારી સંતાનની છે. પૈસા પણ બચશે અને ખેતરની રક્ષા પણ થઇ શકશે. તેઓએ કહ્યું કે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે હું દરેક ગામને 75 વૃક્ષો વાવવાની વિનંતી કરું છું. ઓગસ્ટ 2023 સુધી, ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે કૃપા કરીને 75 વખત ‘પ્રભાત ફેરી’ કરો.

- Advertisement -

ગુજરાતમાં પંચાયતી રાજ પ્રણાલીમાં પુરૂષો કરતાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારે છે. પ્રધાનમંત્રીએ રમુજમાં કહ્યું કે હું વર્ષો પહેલા હરિયાણામાં કામ કરતો હતો. અમારી વચ્ચે મીટિંગ થઈ તે પોતાના નામ આપે એસપી હું વિચારવા લાગ્યો આ ભણેલા તો નથી તો એસપી કેવી રીતે થઈ ગયા?પછી પૂછ્યું આ એસપી એટલે શું તો કહ્યું સરપંચ પતિ. પણ આપણે એવું કરવું નથી. SP એટલે કે સરપંચ પતિ નહીં, પણ મહિલા સરપંચો જ ગામનો વહીવટ કરે. ગામડાની બહેનોએ મને મળીને કહ્યું કે, અમારા ગામમાં કોઈ ગરીબ ના રહે તેવી ઈચ્છા છે.

 

પીએમ મોદીએ કહ્યું કે આપણે બોરીબંધથી પાણી બચાવતા હતા. આપણે નક્કી કરીએ આપણા ગામ આસપાસ બોરીબંધ બાંધીશું અને પાણી રોકીશું. વધુમાં તેઓએ કહ્યું કે એપ્રિલના ત્રીજા અઠવાડીયામાં પંચાયત રાજ દિવસ પણ આવતો હોય છે. પરંતુ આપણે તે પહેલા જ પંચાયત ઉત્સવ ઉજવી ખૂબ મોટું કામ કર્યું છે. આટલી મોટી સંખ્યામાં સૌ લોકો અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી સહીત તમામનો આભાર વ્યક્ત કર્યો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular