Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયએર ઈન્ડીયાના કેબિન ક્રુએ કેવી રીતે કરી સોનાની દાણચોરી...?

એર ઈન્ડીયાના કેબિન ક્રુએ કેવી રીતે કરી સોનાની દાણચોરી…?

કોચ્ચિ એરપોર્ટ પર એર ઈન્ડીયાના કેબિન ક્રુની સોનાની દાણચોરીના આરોપમાં ધરપકડ : અંદાજે દોઢ કિલો સોના સાથે ધરપકડ

કોચ્ચિ એરપોર્ટ પર એર ઈન્ડીયાના કેબિન ક્રુની સોનાની દાણચોરી મામલે ધરપકડ કરવામાં આવી હતી. વાયનાડના વતની શફીની કોચ્ચિમાં કસ્ટમ અધિકારીઓએ 1 કિલો 487 ગ્રામ સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી. કેબિન ક્રુ શફી સોનુ લઇને આવી રહ્યો હતો. આ મુદ્ે વધુ ચર્ચાઈ રહ્યો છે. એનું એક કારણ શફીની કલાકારી પણ છે. તેને જે રીતે સોનુ લાવવાનો પ્લાન કર્યો હતો પરંતુ તે સફળ થયો નહીં.

- Advertisement -

શફીએ દાણચોરી માટે અનોખો ઉપાય શોધ્યો હતો. તેણે પોતાના હાથમાં સોનુ લપેટીને અને શર્ટની સ્લીવ ઢાંકીને ગ્રીન ચેનલમાંથી પસાર થવાનું વીચારી રહ્યો હતો. પરંતુ તે સફળ ના થયો. હાલ તે 1 કિલો 487 ગ્રામ સોના સાથે તેની ધરપકડ કરાઈ હતી. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular