જામનગર શહેરના શરૂ સેકશન રોડ નજીક સરદાર પટેલ સોસાયટીમાં રહેણાંક મકાનમાં આગ લાગતાં ફાયર વિભાગની ટીમ દોડી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી અને વધુ નુકસાની અટકાવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના શરૂ સેકશન રોડ શેરી નં. રમાં આવેલ સરદાર પટેલ સોસાયટીમાં કે.ડી. વિરાણીના મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગને કારણે ઘરવખરી સળગી ઉઠી હતી. આગના આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના કર્મચારીઓ દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.