ઓખા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા વુમન હેડ કોન્સ્ટેબલ આશાબેન મનોજભાઈ પરમાર તાજેતરમાં પંજાબના જલંધર ખાતે યોજાઈ ગયેલી ઓલ ઇન્ડિયા ક્લસ્ટર 2022 માં વુમન ટેબલ ટેનિસની ટીમની સ્પર્ધામાં વિજેતા થઈ તેમણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સિદ્ધિથી આશાબેન પરમારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે. ટેબલ ટેનિસ સ્પર્ધામાં વિજેતા આશાબેન પરમારને રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા તાજેતરમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.