Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : મોહરમમાં સતત ત્રણ દિવસ ખડેપગે રહેનાર પોલીસ અધિકારીઓનું સન્માન

Video : મોહરમમાં સતત ત્રણ દિવસ ખડેપગે રહેનાર પોલીસ અધિકારીઓનું સન્માન

- Advertisement -

જામનગર શહેરમાં મહોરમના તહેવાર દરમ્યાન જામનગર પોલીસ દ્વારા સતત 3 દિવસ સુધી ખડેપગે રહી સુરક્ષા વ્યવસ્થા જાળવવા બદલ મુસ્લીમ સમાજના અગ્રણી દ્વારા જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલા તેમજ પીઆઇ અને પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર શહેરમાં આ વર્ષે મોહરમ ના તહેવાર ની ભવ્ય ઉજવણી થઇ હતી. ઠેર-ઠેર શહેર માં અનેક વિસ્તાર માં તાજિયા પડમાં આવ્યા હતા. જામનગર પોલીસ દ્વારા ખડેપગે રહીને સતત 3 દિવસ સુધી તાજિયા તેમજ લોકોની સલામતી વ્યવસ્થા ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગરના જિલ્લા પોલીસ વડાથી લઇ ને અનેક અઘિકારી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તાજિયા ના પરવાનેદાર, તાજીયા કમિટી તેમજ મુસ્લિમ બિરદારોને ખુબ સારો સાથ સહકાર આપવામાં આવ્યો હતો.

જે બદલ જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલા, સિટી-એ ડિવિઝન ના પીઆઇ એન.એ.ચાવડા, એલસીબી શાખા ના પીઆઇ જે.વી.ચૌધરી, એસઓજી શાખા ના પીઆઇ બી.એન.ચૌધરી, પીઆઇ ડી.કે.ચૌધરી તેમજ સર્વેલન્સ સ્કવોડ ના પીએસઆઇ બી.એસ.વાળા અને દરબારગઢ પોલીસ ચોકી ના પીએસઆઇ વી.આર.ગામેતી સહિતના અધિકારીઓ તેમજ સ્ટાફ નું મુસ્લીમ સમાજ ના અગ્રણી દ્વારા સન્માન કરી તેઓની સરાહનીય કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે જામનગર મહાનરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા તેમજ કોર્પોરેટર અસલમભાઇ ખીલજી, જામનગર સુન્ની મુસ્લિમ પટણી જમાત ના પ્રમુખ હાજી જુસબભાઇ પટણી (જે.કે), સૈયદ સમાજના અગ્રણી સૈયદ ઈમ્તિયાઝબાપુ, મુસ્લિમ અગ્રણી હાજી કાદરબાપુ જુણેજા, ઇકબાલભાઇ ખફી (ભૂરાભાઇ), હાજી ખાલીદભાઇ ખત્રી, સૈયદ જૈનુંલબાપુ, પપ્પુભાઇ પટણી, આસીફભાઇ ખીલજી અને યુસુફભાઇ પટણી સહિતના મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular