Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરજી જી હોસ્પિટલમાં ફરજ બજાવતા 11 દિવ્યાંગજનોનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન

જી જી હોસ્પિટલમાં ફરજ બજાવતા 11 દિવ્યાંગજનોનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન

- Advertisement -

નેશનલ એસોસીએશન ફોર ધ બ્લાઈન્ડ-જામનગર જિલ્લા શાખા સંચાલિત જામનગર ખાતેની જી.જી. હોસ્પીટલમાં ચાલતાં કેસ વિન્ડો પ્રોજેકટ અંતગર્ત ફરજ બજાવતાં દિવ્યાંગ વિન્ડો ઓપરેટર્સને તેમની કોરીના કાળની સનિષ્ઠ સેવાઓને કોરોના વોરિયર્સ તરીકે સન્માનીત કરવાના ઉદેશથી સંસ્થા પ્રમુખ ચંદુલાલ રાયચંદ શાહનાં અધ્યક્ષપદે અને જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી તથા શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરાની ઉપસ્થિતીમાં અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ પ્રસંગે કિરણસિંહ સોલંકી, ગીતાબેન ભચાણી, શાન્તુબેન મારૂ, ખ્યાતિબેન ગોંડલીયા, સંજય મહેતા, અમૃત પરમાર, દેવશી ચૌહાણ, ગૌરાંગ પરમાર, કોમલબેન મિયાત્રા, લાખુબેન બારીયા અને ગૌરીબેન પંગર એમ કુલ 11 દિવ્યાંગ વિન્ડો ઓપરેટર્સ તથા તેમના સહયોગી એવાં જીગ્નેશ રાયચુરા, બાબુલાલ જીયા અને અનિરુધ્ધસિંહ વીઠુ સહિત 3 કાર્યકરોને તેમની કોરીનાકાળની 18 માસની સનિષ્ઠ સેવાઓને બિરદાવવામાં આવી હતી.

બીનાબેન કોઠારી તથા ડો.વિમલ કગથરાએ સન્માનપત્ર અપર્ણ કરતાં દિવ્યાંગ કાર્યકરોની જીંદાદિલીની પ્રસંશા કરીને અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર દ્વારા વિતેલી અર્ધી સદીમાં અંધજનોનાં પુન:સ્થાપન ક્ષેત્રે બજાવવામાં આવેલી કામગીરી માટે સંતોષ વ્યકત કર્યો હતો.

- Advertisement -

સંસ્થા પ્રમુખ ચંદુલાલ શાહે મહેમાનોનુ સ્વાગત કર્યુ હતું. જયારે સંસ્થાનાં મંત્રી ડો.પ્રકાશ મંકોડીએ સન્માન સમારંભ વિશે વિસ્તૃત વિગતો આપીને સર્વ સન્માનાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાના ઉપપ્રમુખ બિમલ મહેતાએ પ્રાસંગિક પ્રવચન કરતાં દિવ્યાંગજનોને શુભકામનાઓ પાઠવી હતી. અંતમાં સંસ્થાનાં અધ્યાપક હરેશ હિંડોચાએ આભાર દર્શન કરી રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમનું સમાપન કર્યુ હતુ .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular