ખંભાળિયાના રીક્ષા ચાલક એવા યોગેશભાઈ ગણાત્રાને અહીંના મિલન ચાર રસ્તા પાસેથી એક પાકીટ મળી આવ્યું હતું. જેમાં રૂા. 20,000 રોકડા તથા એક કોરો ચેક સહિતના જરૂરી ડોક્યુમેન્ટ હતા. યોગેશભાઈ દ્વારા આ અંગેની જાણ જિલ્લા ટ્રાફિક વિભાગના એએસઆઈ મનીષભાઈ દેવમુરારીને કરતા મનીષભાઈએ આ અંગે જરૂરી ખરાઈ કરી અને ઉપરોક્ત રોકડ રકમ તથા જરૂરી દસ્તાવેજો સાથેનું પાકીટ ભાટીયા ખાતે રહેતા રણછોડભાઈ મનજીભાઈ કણજારીયાનું હોવાથી આ અંગે જરૂરી કાર્યવાહી કરીને તે પાકીટ મૂળ માલિકને સુપ્રત કર્યું હતું. જેથી રણછોડભાઈએ પ્રમાણિક રીક્ષા ચાલક યોગેશભાઈ ગણાત્રાનો તેમજ સાથે જિલ્લા ટ્રાફિક પોલીસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.