Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઅત્યાર સુધી હોમ કવોરન્ટાઇન દર્દીઓ પર નજર રાખવામાં ન આવી !

અત્યાર સુધી હોમ કવોરન્ટાઇન દર્દીઓ પર નજર રાખવામાં ન આવી !

હવે નવા નિયમો, અધિકારીઓ દ્વારા સીધાં મોનિટરીંગની વાત શરૂ

- Advertisement -

કોરોનાના કેસ રોજે રોજ નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરતા જાય છે, કોરાનાની આ ખતરનાક લહેરે અનેકના જીવ લીધા છે, સાથે જ હાલ ગુજરાતની લગભગ તમામ હોસ્પિટલો હાઉસફુલ છે, બીજી બાજુ અનેક લોકો હોમ ક્વોરન્ટાઈનમાં સારવાર લઈ રહ્યાં છે. ત્યારે હવે સરકાર હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ માટે નવા નિયમો લાગુ કરી અને આવા દર્દીઓનું અધિકારીઓ સીધુ મોનિટરીંગ કરશે તેવુ સૂત્રો જણાવે છે.

- Advertisement -

હોમ ક્વોરન્ટાઈન દરમિયાન અનેક દર્દીઓ નિયમોનો ભંગ કરતા હોય છે તેવુ જોવા મળે છે. ત્યારે હવે રાજ્ય સરકાર હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ માટે કડકાઈ દાખવવાના મૂડમાં છે. જલ્દી જ સરકાર હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ માટે કડક નિયમો બનાવવા જઈ રહી છે. જેમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં અધિકારીઓ સીધુ જ દર્દીઓનું મોનિટારિંગ કરશે. હોમ ક્વોરન્ટાઈનમાં રહેતા પોઝિટિવ દર્દીઓ નિયમોનું પાલન નહિ કરે તો કાર્યવાહી કરવા સરકારે વિચારણા હાથ ધરી છે, જે જલ્દી જ લાગુ કરવામાં આવનાર છે.

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાએ ગુજરાત મોડેલને છિન્નભિન્ન કરી નાંખ્યું છે. આવામાં હોમ ક્વોરન્ટાઈન દર્દીઓની સંખ્યા ઘણી મોટી છે. ગુજરાતમાં અત્યારે અનેક દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ તથા જામનગરમાં સૌથી વધુ છે. આ શહેરો કોરોનાના હોટસ્પોટ છે ત્યારે આવા શહેરોમાં હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ નિયમોનું પાલન કરતા નથી તેવી ચારેતરફથી ફરિયાદો મળી રહી છે, તેથી હવે સરકાર નિયમો લાગુ કરવા મજબૂર બની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular