Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારસરાહનીય કામગીરી કરનાર દ્વારકા પોલીસ અધિકારીઓને સન્માનિત કરતા ગૃહમંત્રી

સરાહનીય કામગીરી કરનાર દ્વારકા પોલીસ અધિકારીઓને સન્માનિત કરતા ગૃહમંત્રી

- Advertisement -

ભારતના પશ્ર્ચિમી દરિયાકાંઠા વિસ્તારમાં તબાહી મચાવી ચૂકેલા “બિપરજોય” વાવાઝોડા સામે સરકારી તંત્રએ બાથ ભીડી અને લોકોને રક્ષણ આપવા તેમજ શક્ય તેટલું ઓછું નુકસાન થાય તે માટે નોંધપાત્ર જાહેમત ઉઠાવવામાં આવી હતી. પશ્ચિમી છેવાડાના વિસ્તાર એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વાવાઝોડામાં પવનનું સૌથી વધુ બની રહ્યું હતું. જેના કારણે ભારે હાલાકી ભરી પરિસ્થિતિ સર્જાઈ હતી.

- Advertisement -

વાવાઝોડાની આગાહી બાદ અને વાવાઝોડા ત્રાટકે તે પહેલાના ચારેક દિવસથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ પૂનમબેન માડમ સહિતના નેતાઓનો અહીં મુકામ રહ્યો હતો અને આ તમામ આગેવાનો દ્વારા પોલીસ તંત્ર, રેવન્યુ તંત્રને સાથે રાખીને સઘન કામગીરી તથા આગોતરું આયોજન પરિણામલક્ષી અને સફળ બની રહ્યું હતું.

ગત તા. 15 તથા 16 જૂનના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 130 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાની પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ દરિયાકાંઠાના વિસ્તારોમાં રેસ્ક્યું ઓપરેશન તેમજ લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી.

- Advertisement -

વાવાઝોડાની વિસમ પરિસ્થિતિ પૂર્વે, વાવાઝોડા દરમિયાન તેમજ વાવાઝોડા પછી પોલીસ તંત્રની કામગીરી લોકોએ પણ બેમોઢે વખાણી હતી. આ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અહીંના જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ડીવાયએસપી સમીર સારડા, એમ.એમ. પરમાર અને હાર્દિક પ્રજાપતિ, એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, પી.આઈ. ટી.સી. પટેલ, કુલદીપસિંહ સહિતના પોલીસ અધિકારીઓને ખાસ અભિનંદન પત્ર પાઠવી અને તેમના દ્વારા કરવામાં આવેલી આ અમૂલ્ય સેવા તથા જહેમતને બિરદાવી, ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular