કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજરોજ જામનગર જિલ્લામાં નવનિર્મિત્ત લાલપુર, કાલાવડ અને જામજોધપુરના પોલીસ સ્ટેશન ઉપરાંત લાલપુરમાં નવા બંધાયેલા 24 આવાસોનું ઈ- લોકાર્પણ કર્યું હતું. ગઈકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ એ દેવભૂમિ દ્વારકાનો પ્રવાસ કર્યા બાદ આજે ગુજરાત રાજ્યમાં જુદા-જુદા પોલીસ ભવન, એસપી કચેરી, તથા અલગ અલગ પોલીસ લાઈન, કે જે હાઉસિંગ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે.
જે તમામ ભવનોનું એકીસાથે નડીયાદ થી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લાના નવનિર્મિત એવા લાલપુર પોલીસ સ્ટેશન ભવન, કાલાવડ તેમજ જામજોધપુર પોલીસ સ્ટેશન ઉપરાંત લાલપુરમાં નવા બંધાયેલા 24 આવાસો સાથેના પોલીસના રહેઠાણ ભવન વગેરેનું પણ લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઈ-લોકાર્પણ ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ ના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રી બ્રિજેશ મેરજા, રેન્જ આઇજી સંદીપ સિંઘ, પૂર્વ કૃષિ મંત્રી આર. સી. ફળદુ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ ભાઈ મુંગરા,પૂર્વ મંત્રી ચીમન ભાઈ સાપરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયાર તથા જીલ્લા તાલુકા પોલીસ અધિકારીઓ અને આગેવાનો લાલપુર ખાતે હાજર રહ્યા હતા