Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરનાં હોમગાર્ડ જવાનોએ મતદાન કરવાનાં શપથ ગ્રહણ કર્યા

જામનગરનાં હોમગાર્ડ જવાનોએ મતદાન કરવાનાં શપથ ગ્રહણ કર્યા

જવાનોએ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે અન્ય મતદારોને પણ પ્રેરણા આપવાની કટીબદ્ધતા દર્શાવી

- Advertisement -

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે જામનગર જિલ્લાના હોમગાર્ડઝ ભાઈઓ, બહેનો અને અધિકારીઓ દ્વારા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ  ગીરીશ સરવૈયાના અધ્યક્ષ સ્થાને ચુંટણીલક્ષી શપથવિધિ ગ્રહણ કરવામાં આવી હતી. જેમાં તમામ હોમગાર્ડઝ ભાઈઓ અને બહેનો તથા અધિકારીઓએ શપથ લીધા હતા. આગામી મતદાનના દિવસે અમે 100% સભ્યો મતદાન કરીશું અને અમારા પરિવારના સભ્યો અને મિત્રો તથા લોકોને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સમજાવીશું. તેમજ જામનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને નિર્ભય રીતે મતદાન કરવા પ્રેરણા આપીશું. આ તકે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટે હોમગાર્ડઝ સભ્યોને શપથ લેવડાવ્યા હતા. જેમાં સીટીના અધિકારીઓ વિજયસીંહ વાળા, હિતેશ જેઠવા, જયેશ રાણા, મનીષ સમર્થક, કમલેશ ગઢિયા, જયેન્દ્ર કણજારીયા, હિમાંશુ પુરોહિત, રાજેશ ઓઝા, અને હોમગાર્ડઝ ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular