Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરકાલાવડ યુનિટમાંથી હોમગાર્ડ જવાન બરતરફ

કાલાવડ યુનિટમાંથી હોમગાર્ડ જવાન બરતરફ

કાલાવડ યુનિટના હોમગાર્ડ જવાન વિરુધ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ હોય અને લાંબાસમયથી જેલમાં હોય હોમગાર્ડઝ યુનિટમાંથી બરતરફ કરવા હુકમ કર્યો છે.

- Advertisement -

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હોમગાર્ડઝ યુનિટનાં સભ્ય ઈરફાન હસનભાઈ પટણી અવારનવાર ગુન્હો કરવાની ટેવવાળા હોય., અને તેના ઉપર પ્રોહિબીશન અને ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ પણ ગંભીર ગુનો નોંધાયેલ હોય., અને તેઓ આ ગુન્હાના કામે લાંબા સમયથી જેલમાં છે. હોમગાર્ડઝ દળમાં કાયદો-વ્યવસ્થા શિસ્તબદ્ધતા સૌપ્રથમ જરૂરી હોય અને આ હોમગાર્ડઝ સભ્ય દ્વારા દળની ગરિમા અને પ્રતિષ્ઠા ખરડાઈ એવું કૃત્ય આચર્યું હોય, દળની પ્રતિષ્ઠા અને ગરિમા જળવાય રહે તેથી જલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાએ કાલાવડ પોલીસનો રેકોર્ડ અને કાલાવડ યુનિટ ઓફિસરનાં અભિપ્રાય સાથે સહમતિ દર્શાવી કાલાવડ તાલુકા યુનિટના હોમગાર્ડઝ સભ્ય ઈરફાન હસનભાઈ પટણીને હોમગાર્ડઝ અધિનિયમ-1947ની કલમ 6(ખ)(1) તથા હોમગાર્ડઝ નિયમો-1956ના નિયમ-9 (ક) અને નિયમ-12 વંચાણે લઈ હોમગાર્ડઝ દળમાંથી બરતરફ કરવાનો હુકમ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular