Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરઆવતીકાલે હોલિકાદહન, સોમવારે રંગોત્સવની ઉજવણી - VIDEO

આવતીકાલે હોલિકાદહન, સોમવારે રંગોત્સવની ઉજવણી – VIDEO

જામનગર શહેરમાં અંદાજિત 400 થી વધુ સ્થળોએ હોલિકાદહનનું આયોજન: દ્વારકામાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ ઉત્સવ ઉજવવા માનવ મહેરામણ ઉમટશે : ‘ખબર ગુજરાત’ મીડિયા પાર્ટનરના સંગાથે ‘રંગ લગા દે...’ ધૂળેટી ઈવેન્ટનું આયોજન: ધૂળેટીને લઇ બાળકો તથા યુવાધનમાં અનેરો ઉત્સાહ : હોળી માટે ખજૂર, ધાણી, દાળિયા, નાળિયેરની ખરીદી કરતાં લોકો

- Advertisement -

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં આવતીકાલે રવિવારે અસત્ય પર સત્યના વિજયના મહાપર્વ હોલિકા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને સોમવારે રંગોત્સવના પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. જેને લઇ બાળકો તથા યુવાનોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગર શહેરમાં આવતીકાલે અંદાજિત 400 થી વધુ સ્થળોએએ હોલિકાદહન થશે તેમજ સોમવારે શહેરના અનેકવિધ પાર્ટી પ્લોટ તેમજ રેસ્ટોરન્ટમાં રંગોત્સવના કાર્યક્રમની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં દરેક તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે હોળીનો તહેવાર રવિવારે રજાના દિવસે આવતો હોય અને બીજા દિવસે ધુળેટી પર્વની રજા હોય લોકોની ઉજવણીનો ઉત્સાહ બેવડાવ્યો છે. બે દિવસની રજા સાથે હોળી – ધૂળેટીના પર્વની ઉજવણી કરવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ છવાયો છે.

- Advertisement -

ફાગણ સુદ પૂનમના આસુરી શકિત પર દૈવી શકિતના વિજયના પર્વની ઉજવણી થાય છે. જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં આવતીકાલે સાર્વજનિક હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જામનગર શહેરમાં 68 વર્ષોથી ભોઇ જ્ઞાતિ દ્વારા યોજાતા હોલિકા દહન મહોત્સવનું અનેરૂ આકર્ષણ હોય છે. જેમાં 25 ફુટ જેટલી ઉંચાઈનું હોલિકાનું પૂતળુ બનાવવામાં આવે છે. જે ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીએથી વાજતે ગાજતે સુભાષ શાકમાર્કેટ નજીક આવેલ હોલિકા ચોક ખાતે લોકોના દર્શન માટે મૂકવામાં આવે છે. ત્યારબાદ રાત્રે હોલિકાદહન કરવામાં આવે છે. આ ઉપરાંત જામનગર શહેરના રણજીતનગર, પટેલ કોલોની, રામેશ્ર્વરનગર, ભાનુશાળી વાડ, લીમડાલાઈન, નવાગામ ઘેડ, ખોડિયાર કોલોની, ગુલાબનગર, કડિયાવાડ, ચૌહાણફળી સહિતના અનેકવિધ વિસ્તારોમાં ઠેર ઠેર હોલિકાદહનનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં અંદાજિત લગભગ 400 થી વધુ સ્થળોએ હોલિકા દહન મહોત્સવનું ભક્તિભાવ પૂર્વક આયોજન થશે. ફાગણ સુદ પૂનમની સાંજે હોલિકાદહનના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટે છે. ખાસ કરીને નવજન્મેલા બાળકો તથા નવીવહુની પ્રથમ હોળી હોય તેઓને વિશેષ શ્રધ્ધાપૂર્વક વાજતે ગાજતે અથવા ઘંટડીના નાદ સાથે દર્શન કરાવાય છે અને હોલિકાની પ્રદશિક્ષા કરાવાય છે. તેમજ મહિલાઓ દ્વારા વ્રત પણ કરવામાં આવે છે. જેમાં હોળીની અગ્નિજ્વાળાનાા દર્શન કર્યા બાદ ભોજન કરવામાં આવે છે. તેમજ હોલિકાદહનની પ્રદશિક્ષા દરમિયાન ધાણી-દારીયા, નાળિયેર સહિતની ચીજવસ્તુઓ તેમાં હોમવામાં આવે છે. હોળીના પર્વને લઇ જામનગર શહેરમાં ધાણી, દાળિયા, ખજૂર, નાળિયેર, પતાશા સહિતની ચીજવસ્તુઓના સ્ટોર ઉભાા થયા છે જેમાં શહેરીજનો ખરીદી કરી રહ્યા છે. ફાગણ માસના પ્રારંભ થતાની સાથે જ સૌના હૃદયમાં હોળી અને વિવિધ રંગોની સ્મૃતિ થઈ આવે ગુલાલ અને વિવિધ રંગો તથા કેસુડાના જળથી એકબીજાને રંગવાનો તહેવાર એટલે હોળી રંગોત્સવ ફુલડોલ ઉત્સવ સુપ્રસિધ્ધ દ્વારકામાં આવેલ જગતમંદિરે ભવ્ય રીતે ફુલડોલ ઉત્સવની ઉજવણી થશે. કાળિયા ઠાકોર સંગ ફુલડોલ ઉત્સવ ઉજવવામાં ભકતોમાં અનેરો ઉત્સાહ છે. અને ઠેક ઠેકાણેથી મોટી સંખ્યામાં લોકો પદયાત્રા કરીને પણ દ્વારકા પહોંચ્યા છે. દ્વારકાધીશ મંદિરે માનવ મહેરામણ ઉમટશે.

- Advertisement -

આવતીકાલે હોલિકા દહન બાદ સોમવારે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી થશે. રંગોત્સવના પર્વ ધૂળેટીની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જામનગર શહેરની ભાગોળે આવેલા પાર્ટી પ્લોટ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ રંગોત્સવની ઉજવણીના કાર્યક્રમો યોજાનાર હોય જેને લઇ રંગ રસિયાઓમાં અનેરો ઉત્સાહ છવાયો છે. બાળાકો પિચકારી, ફુગ્ગા, રંગની ખરીદીમાં લાગી ચુકયા છે. ધુળેટીની ઉજવણીને લઇને શહેરમાં રેઈનડાન્સ સહિતના આયોજનો તેમજ ઠંડાઈ અને ભોજન સહિતના અનેક વિધિ આયોજન થયા છે. ત્યારે ધૂળેટી ઉજવવા લોકો દ્વારા એડવાન્સ બુકીંગ પણ કરી દેવામાં આવ્યા છે. જામનગર શહેરની ભાગોળે રણજીતસાગર રોડ પર આવેલ ઓમ શાંતિ કાફે એન્ડ રેસ્ટોરન્ટ ખાતે રાઠોડ રાજદિપસિંહ તથા જય ભાનુશાળી દ્વારા ‘ખબર ગુજરાત’ મીડિયા પાર્ટનરના સંગાથે ‘રંગ લગા દે…’ ધૂળેટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરીજનોને અનલિમિટેડ ઓર્ગેનિક કલરની સાથે સાથે લેડીસ માટે, બાળકો અને ફેમીલી માટે તથા બેચલર્સ માટે એમ ત્રણ અલગ અલગ સ્વીમિંગ પુલ તથા ફુડ રેસ્ટોરન્ટનો લાભ મળશે. આ રંગ લગા દે ધૂળેટી ઇવેન્ટમાં ડીજે નીમિત, ડીજે સીડ તથા આરજે રિતેશ જોશીના એન્કરીંગ અને ભવ્ય હાઈ વોલ્ટેજ સાઉન્ડ સીસ્ટમોનો લોકો આનંદ ઉઠાવી શકશે. સોમવારે શહેરીજનો શાંતિપૂર્વક રંગોત્સવ પર્વ ધૂળેટીની ઉજવણી કરી શકે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે જેથી લોકોની ઉજવણીના રંગમાં ભંગ ન પડે અધિક નિવાસી કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને જાહેરમાં કોઇપણ વ્યક્તિની ઈચ્છા વિરૂધ્ધ રંગો ઉડાડાવ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ જારી કર્યુ છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular