હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે આ વર્ષે ગુજરાતમાં માર્ચ થી મે મહિના દરમિયાન સામાન્ય કરતાં વધુ ગરમી સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે માર્ચ થી મે મહિના દરમિયાન રાજ્યમાં તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ દિવસોમાં તાપમાન સામાન્ય તાપમાન કરતાં 5થી6 ડીગ્રી વધુ રહેશે.
IMDના ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષથી હવામાન વિભાગ દેશભરમાં હીટવેવની ચેતવણી આપવાનું શરૂ કરશે. IMD મુજબ માર્ચમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે. જો કે ગંગા કિનારાનાં રાજ્યો અને દક્ષિણ ભારતમાં ઓછી ગરમીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ હોય અને સામાન્ય કરતાં ઓછામાં ઓછું 4.5 ડિગ્રી વધુ હોય ત્યારે “હીટ વેવ” જાહેર કરવામાં આવે છે. IMD અનુસાર, જો સામાન્ય તાપમાન 6.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય તો “ગંભીર” હીટ વેવ જાહેર કરવામાં આવે છે.