Sunday, December 22, 2024
Homeરાજ્યહિટ એન્ડ રન: મોટી ખાવડીમાં નિંદ્રાધિન પદયાત્રી ઉપર ટ્રક ફળી વળ્યો

હિટ એન્ડ રન: મોટી ખાવડીમાં નિંદ્રાધિન પદયાત્રી ઉપર ટ્રક ફળી વળ્યો

બે યુવાન પદયાત્રીઓના ગંભીર ઈજા : એક પદયાત્રીનું ઘટનાસ્થળે મોત: ઘવાયેલા ગંભીર યુવાનને જી. જી. હોસ્પિટલ ખસેડાયા : પોલીસ દ્વારા ટ્રકચાલકની ધરપકડ

- Advertisement -

જામનગર જિલ્લાના મોટી ખાવડી નજીક હિટ એન્ડ રનના બનાવમાં પાર્કિંગમાં નિંદ્રાધિન ત્રણ પદયાત્રી પૈકીના બે પદયાત્રીને ટ્રક ચાલકે કચડી નાખતા નિંદ્રાધીન એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક પદયાત્રીને ગંભીર ઈજા પહોંચતા જી.જી.હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

- Advertisement -

ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ મૂળ પંજાબના વતની સજાનંદજી સ્વામી રામગીરીજી મહારાજ પંજાબથી તેના ત્રણ થી ચાર શિષ્યો સાથે પદયાત્રા કરીને જામનગર આવ્યા હતા.અને જામનગરથી દ્વારકાના દર્શનાર્થે નીકળ્યા હતા. દરમિયાન મોડી રાત્રે મોટીખાવડીમાં એક પાર્કિંગ એરિયામાં નિંદ્રાધિન હતાં તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવતા પીબી-13-બીએ-1857 નંબરના ટ્રકે પાર્કિંગમાં ઘુસી જઈ નિંદ્રાધીન બે શિષ્યો ઉપર ફરી વળતા પંજાબના વતની કેશવ સુભાષ શર્મા અને સવન બીરબલ શર્મા નામના બે યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં સવન શર્મા (ઉ.વ.18) નામના પદયાત્રી યુવકનું ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

જ્યારે કેશવ સુભાસ શર્મા નામના યુવાનને ગંભીર ઇજાઓ થવાથી તાત્કાલિક અસરથી 108ની એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માત અંગે રામાનંદજી સ્વામી દ્વારા જાણ કરતાં પી.એસ.આઇ કે.આર. સીસોદીયા તેમના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular