કોરોના મહામારીના કપરાકાળ બાદ બે વર્ષે ભારતમાં સૌથી મહત્વની ડોમેસ્ટિક લીગ રણજી ટ્રોફીની ફરી શરૂઆત થઈ છે. 17મી ફેબ્રુઆરી, 2021ના રોજ ફરી રણજી મેચો રમાવાની શરૂ થઈ છે અને આજે આ ક્રિકેટ લીગમાં એક નવો કીર્તિમાન સ્થપાવા જઈ રહ્યો છે. આજે રેલ્વે અને જમ્મુ કાશ્મીર વચ્ચે Elite Groupમાં ચેન્નાઈના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ચેમપ્લાસ ગ્રાઉન્ડ ખાતે મેચ રમાવા જઈ રહી છે. આજની આ મેચનું એક ખાસ મહત્વ છે. 88 વર્ષ પૂર્વે 1934માં શરૂ થયેલ રણજી ટ્રોફીની આજે 5000મી મેચ રમાવા જઈ રહી છે. ભારતીય ક્રિકેટ આજે જે સ્તરે પહોંચ્યું છે તેમાં મહત્વનો ફાળો રણજી ક્રિકેટ લીગે ભજવ્યો છે. 9 દાયકાના આ ઈતિહાસમાં યુવા ટેલેન્ટને મહત્વ આપતી રણજીમાંથી અનેક દિગ્ગજ ખેલાડીઓ આવ્યા જેમણે ભારતનું નામ વિશ્ર્વ ફલક પર રોશન કર્યું છે. અંગ્રેજ શાસનકાળ દરમિયાન વર્ષ 1934માં રણજી ટ્રોફીની શરૂઆત થઈ હતી. વર્ષ 1934-35માં રણજી ટ્રોફીની શરૂઆતી મેચ રમાઈ હતી.
અને આ ફર્સ્ટ ક્લાસ કિક્રેટ લીગની 5000મી મેચનો કીર્તિમાન સ્થપાવા જઈ રહ્યો છે. રણજી નામ નવાનગરના મહારાજા રણજીતસિંહના નામે પડ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ રમનારા તેઓ પ્રથમ ભારતીય ખેલાડી હતા. ભારતીય કિક્રેટના જનક ગણાતા રણજીતસિંહજીના નામમાંથી રણજી નામ પડ્યું હતુ.