Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદેવી-દેવતાઓને અપમાનિત કરતા ફોટાને દૂર કરશે હિન્દુ સેના

દેવી-દેવતાઓને અપમાનિત કરતા ફોટાને દૂર કરશે હિન્દુ સેના

- Advertisement -

જામનગરમાં અનેક સ્થળો, કોમ્પ્લેક્ષો, બિલ્ડીંગો અને વેપારીઓ તેમજ નાના-મોટા બંગલાઓની આસપાસની દિવાલો કે રસ્તાઓની બાજુની દિવાલો ઉપર કોઇ થુંકે નહીં, કોઇ મળમૂત્ર કરે નહીં તે માટે ભગવાનના ફોટાઓ કે ટાઇલ્સો લગાવી દીધેલ છે. જે અયોગ્ય છે એટલું જ નહીં. હિન્દુ ધર્મમાં શ્રધ્ધાનું કેન્દ્ર કહી શકાય તેવી ધર્મસૂચક નિશાની કે ભગવાનના ફોટાને અને ટાઇલ્સો લગાવી હિન્દી દેવી-દેવતા તેમજ હિન્દુ ધર્મનું અપમાન કરી રહ્યાં છે. ધર્મનું અપમાન કરનારાને સબક મળવો જ જોઇએ. છોટીકાશી કહેવાતા જામનગર શહેરમાં અંગત સ્વાર્થને લઇ આમ દેવી-દેવતાઓની ટાઇલ્સ કે ફોટા લગાવી ધર્મનું અપમાન કરનારા સામે હિન્દુસેનાએ રોષ વ્યક્ત કર્યો છે. વેપારીઓની દુકાનોની આસપાસ, બિલ્ડીંગો, શાળા-કોલેજો, કોમ્પ્લેક્ષોની દિવાલોમાં જો દેવી-દેવતાના પોસ્ટરો કે ટાઇલ્સ લગાવેલ હશે તેને તા. 30 જૂન-2021 સુધી હટાડી નાખવા હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટની ઉપસ્થિતિમાં લેવાયેલ નિર્ણયમાં શહેર પ્રમુખ દિપક પિલ્લે, ધીરેન નંદા, ગુંજ કારીયા, મયૂર ચંદન, યશવંત ત્રિવેદીએ નિર્ણય કર્યો છે. જો આ હિન્દુ દેવી-દેવતાને અપમાનિત કરતી ટાઇલ્સો કે પોસ્ટરો નહીં હટાવવામાં આવે તો હિન્દુ સેનાના મયૂર ચંદન કાર્યકરોની ટીમ દ્વારા જાતે હટાવવાનો આરંભ થશે તેમ હિન્દુ સેના શહેર પ્રમુખ દિપક પિલ્લેની યાદીમાં જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular