જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં રહેતી શિક્ષિકા તરીકે નોકરી કરતી અપરિણીત યુવતીએ આપઘાત કર્યાના બનાવમાં ભારે ચકચાર જાગી હતી. આ પ્રકરણમાં મૃતકની સ્યુસાઈડ નોટના આધારે મરી જવા મજબુર કરનાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે એક શખ્સની ધરપકડ કરી જેલ હવાલે કર્યા બાદ આરોપીના વકીલ દ્વારા બીજી વખત કરેલી જામીન અરજી પણ હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
આ બનાવની હકીકત એવી છે કે, જામનગરમાં પંચવટી વિસ્તારના શીતલ એપાર્ટમેન્ટમાં રહેતી નુરજહા ઇબ્રાહિમ નામની અપરણિત યુવતી જે પોદાર સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી તેણી એ તા.17/5/23 ના રોજ પોતાના ઘરે ગળોફાંસો ખાઈ આપઘાત કરેલ અને પોતાની સુસાઇડ નોટમાં પોતાના મોતના જવાબદાર માટે અખ્તર અનવર ચમડિયા, રજાક સાઈચો, અફરોજ તયબ ચમડીયા પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતા હોય અને બદનામી કરતા હોય અને મને જીવવા દીએ તેમ નથી. જેથી મૃતકના ભાઈ ઇશાક ઇબ્રાહિમ સિટી બી ડિવિઝન પોલીસમાં અખ્તર અનવર ચમડિયા, રજાક નુરમામદ સઈચા અને અફરોજ તયબ ચમડિયા વિરૂદ્ધ આઇ.પી.સી કલમ 306, 114 મુજબ નો ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં સિટી બી ડિવિઝન પોલીસે અખ્તર અનવર ચમડિયાની ઘરપકડ કરી જેલ હવાલે કર્યા હતાં. જયારે અન્ય આરોપી રજાક સાઇચા કે જેના ઉપર અનેક ગુના નોંધાયેલ હોય તે લાંબા સમય સુધી ફરાર રહેલ પરંતુ પોલીસે તેમની પણ ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
આ કામના જેલમાં રહેલ આરોપી અખ્તર અનવર ચમડિયા વિરદ્ધ પોલીસ દ્વારા કોર્ટેમાં ચાર્જશીટ કરવામાં આવતા અખ્તર દ્વારા નામદાર સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી વખતે ફરીયાદીને તેમજ તેમના વકીલને કોર્ટના પરિસરમાં જ કુખ્યાત રજાક સોપારી સહિતના શખ્સો દ્વારા ધમકી આપતા જામનગર સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા તે બાબતે ફરિયાદ લઈ અને કુખ્યાત શખ્સોની તાત્કાલિક ઘરપકડ કરી સારો એવો બોધપાઠ આપેલ જામનગર શહેરમાં સારી એવી ચકચાર જાગી હતી. સેશન્સ કોર્ટમા જામીન અરજી નામંજૂર કરવામાં આવતા અખ્તર અનવર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરતા ફરીયાદ પક્ષે પોતાનાં વકીલ મારફતે વાંધા રજુઆત્ત કરતા હાઈકોર્ટે જામીન અરજી રદ્દ કરી હતી અને આરોપીના વકીલની 3 મહિના પછી કેસ ચાલુ ન થાય તો ફરીથી જામીન અરજી નામદાર કોર્ટ માં કરવાની વિનંતી ગ્રાહ્ય રાખી હતી. આ ગુનાના અન્ય સાક્ષીઓને આરોપી રજાક નુરમામદ સાઈચાની માતા દ્વારા કોર્ટ કમ્પાઉન્ડમાં ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ હતી. આમ આ બનાવના આરોપીને બચાવવા ગુંડા ટોળકી સક્રિય થયેલ જેની સામે જામનગર પોલીસઅધિકારીઓ કડક કાર્યવાહી કરી હતી.
આરોપી અખ્તર અનવર ચમડિયા દ્વારા ગુજરાત હાઇકોર્ટેમાં 3 મહિના પછી ફરીથી બીજી વખતની જામીન અરજી કરતા સરકારી વકીલ અને મૂળ ફરીયાદી પક્ષે પોતાના વકીલ હારૂન પલેજા અને વકીલ નીરવ ઠકકર મારફતે જામીન અરજી નામંજૂર કરવા હાલના આરોપીની વર્તણુક અને કેસના સાક્ષીઑ અને વકીલોને પણ કોર્ટના પરિસરમાં કુખ્યાત ગુંડાઓ મારફતે ધાક ધમકી આપતા હોય અને કેસની ટ્રાયલ લંબાવતા હોય તેમજ આ ગુનાના કામનો આરોપી અફરોજ ચમડીયા આજ દિવસ સુધી ફરાર હોય વિગેરે દલીલો દયાને લઈ આરોપી અખ્તર અનવર ચમડિયાને બીજી વખત જામીન અરજી નામંજૂર કરેલ છે. આ કામ મૂળ ફરિયાદીના વકીલ તરીકે એડવોકેટ હારૂન પલેજા અને એડવોકેટ નીરવ ઠકકર રોકાયા હતા.