Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતજીએસટી કરદાતાઓને નોટીસ મોકલાવી વ્યાજ વસૂલતાં અધિકારીઓને હાઇકોર્ટની લાલબતી

જીએસટી કરદાતાઓને નોટીસ મોકલાવી વ્યાજ વસૂલતાં અધિકારીઓને હાઇકોર્ટની લાલબતી

- Advertisement -

જીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે કરદાતાઓને યોગ્ય કાર્યવાહી કર્યા વગર નોટીસ પાઠવી દેતા હોય છે. આવો એક કિસ્સો અમદાવાદના એક કરદાતા સાથે થયો અને કરદાતાને ડીઆરસી-07ની જગ્યાએ ડીઆરસી-01 ફોર્મ પાઠવીને તેમની પાસે ઇન્ટરેસ્ટની રિકવરી કરવામાં આવી હતી. જેથી કરદાતા ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કરીને દાદ માંગી હતી. હાઇકોર્ટે જીએસટી અધિકારીઓની ભૂલ ગણાવીને પધ્ધતિસરની કાર્યવાહી ન કરી હોવાનું ઠેરવ્યું હતું.

- Advertisement -

હાઇકોર્ટે રાજકમલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેસમાં ચુકાદો આપતા જણાવ્યું કે, જીએસટી ડિપાર્ટમેન્ટ જીએસટીમાં રહેલી યોગ્ય કાર્યવાહી કર્યા વગર જીએસટીની રિકવરી કરદાતા પાસેથી કરી શકે નહીં. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, ડીઆરસી-01એ શોકોઝ નોટીસ છે. જ્યાં સુધી ડિપાર્ટમેન્ટ યોગ્ય કાર્યવાહી કરી ડીઆરસી-07 નામના ફોર્મમાં ટેકસની રકમ, ઇન્ટરેસ્ટની રકમ અને પેનલ્ટીની રકમ કરદાતા પાસે લેણી ન બતાવે ત્યાં સુધી ડિપાર્ટમેન્ટ કરદાતા ડીઆરસી-01 નામના ફોર્મ ઉપર રિકવરી ના કરી શકે. આમ હાઇકોર્ટે અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કર્યા વગર ડીઆરસી-01 ફોર્મ પર કરાતી કાર્યવાહીને ગેરકાયદેસર ગણી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular