મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે વોઈસ મેસેજ ફીચરને અપગ્રેડ કર્યું છે. નવા અપડેટમાં એપમાં ઘણા ખાસ અને નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. યુઝર્સ હવે અલગ-અલગ સ્પીડ પર વોઈસ મેસેજ પ્લે કરી શકશે. આ સિવાય વોટ્સએપ તેના યુઝર્સને વોઈસ મેસેજ મોકલતા પહેલા પ્રીવ્યૂ કરવાની સુવિધા આપશે. વ્હોટ્સએપે કહ્યું, ‘વૉઇસ મેસેજ એ વાતચીત કરવાનો સરળ રસ્તો છે.
આ છે વોટ્સએપના 6 નવા વોઈસ મેસેજ ફીચર્સ
ચેટ પ્લેબેકની બહાર: વૉઇસ મેસેજ હવે જે ચેટમાં મેસેજ હોય તેની બહાર સાંભળી શકાશે. જેની મદદથી અન્ય મેસેજ સરળતાથી વાંચી શકાય છે અને જવાબ આપી શકાય છે.
રેકોર્ડિંગ થોભાવો/ફરીથી શરૂ કરો: જો વૉઇસ મેસેજ રેકોર્ડ કરતી વખતે કોઈ સમસ્યા હોય, તો હવે તમે તેને સ્ટોપ કરી શકો છો અને રેકોર્ડિંગ ફરી શરૂ કરી શકો છો.
વેવફોર્મ વિઝ્યુલાઇઝેશન: રેકોર્ડિંગને અનુસરવા માટે સાઉન્ડ વિઝ્યુઅલ રીતે બતાવે છે.
ડ્રાફ્ટ પૂર્વાવલોકન: વૉઇસ સંદેશ મોકલવામાં આવે તે પહેલાં તેને સાંભળી શકાય છે.
પ્લેબેક યાદ રાખો: જો તમે વૉઇસ સંદેશ સાંભળતી વખતે અધૂરું મૂકી ને સ્ટોપ કરશો તો ફરી સાંભળવા માટે જે જગ્યાએ સ્ટોપ કર્યું હતું ત્યાંથી જ મેસેજ સાંભળી શકાશે.
ફોરવર્ડેડ મેસેજીસ પર ફાસ્ટ પ્લેબેકઃ વોઈસ મેસેજ 1.5x અથવા 2x સ્પીડ પર કરી શકાય છે, જેથી મેસેજ વધુ ઝડપથી સાંભળી શકાય કે પછી તે રેગ્યુલર મેસેજ હોય કે ફોરવર્ડ બંનેની સ્પીડ વધારી શકાય છે.