ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.28/03/2022 થી તા.12/04/2022 દરમિયાન ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. માર્ચ-2022માં લેવાનાર આ જાહેર પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર કાર્યરત રહેશે.
હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર:1088 233 5500 તા.14/03/2022 થી તા.12/04/2022 સુધી સવારે 10-00 થી સાંજે 06-30 સુધી કાર્યરત રહેશે. તદઉપરાંત જામનગર જિલ્લા કક્ષાએ પણ હેલ્પલાઇન સેન્ટરમાં (1) આર.કે.આણદાણી-કંટ્રોલ રૂમ અધીકારી નં-0288-2553321 (2) એસ.ડી.કચ્છલા નં-9712002759 (3) એમ.ટી.વ્યાસ નં-9824518199 (4) કમલેશભાઇ શુકલા નં-9913701771 (5) કેશુભાઇ ઘેટીયા નં-9427774173 (6) પી.સી.સુરેજા નં-9898847096 (7) કમલેશભાઇ વિસાણી નં-7698094142 (8) વિજયાબેન બોડા નં-9426979992 (9) સુરભીબેન પંડ્યા નં-9726711865 (10) જયસુખભાઇ ચાવડા નં-9824206264 કાર્યરત રહેશે. આ હેલ્પલાઇન સેન્ટરો પરથી વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓ તા. 14/03/2022 થી તા.12/04/2022 સુધી માર્ગદર્શન મેળવી શકશે.
આ સાથે આગામી તા.28/03/2022 થી તા.12/04/2022 દરમિયાન ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા અન્વયે ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય સવારે 10-30 થી 13-45 તથા બપોરે 15-00 થી 18-30 કલાક તેમજ ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય સવારે 10-00 થી 13-15 કલાક રહેશે. આ પરીક્ષામાં દરેક પરીક્ષા સેન્ટરોમાં પરીક્ષાર્થીઓએ સમયસર પ્રવેશ મેળવી પોતાને ફાળવેલ પરીક્ષા સ્થળ, બ્લોક અને બેઠક નંબર જોઇ બેઠક લઇ લેવાની રહેશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદી દ્વારા જણાવવામાં આવે છે.