Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઘાયલ પક્ષીને નવજીવન મળે તે હેતુથી સમગ્ર જિલ્લા માટે હેલ્પલાઇન નંબરો જાહેર...

ઘાયલ પક્ષીને નવજીવન મળે તે હેતુથી સમગ્ર જિલ્લા માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા

સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા બાદ પતંગ ન ચગાવવા લોકોને તંત્ર દ્વારા અનુરોધ: સમગ્ર જિલ્લામાં 150 થી વધુ કર્મીઓ તથા સ્વયંસેવકો ઘાયલ પક્ષીઓની સારવારમાં રહેશે સતત ખડે પગે

- Advertisement -

આપણે સૌ ઉતરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ થી દર વર્ષે ઉજવીએ છીએ. પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે કે મૃત્યુ પામે છે આ અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમૂલ્ય છે તેથી તેમને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે આ માટે રાજ્ય સરકાર દ્વારા ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન 2023 ની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ જામનગર દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વયંસેવકોના સાથ સહકારથી ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને બચાવવાની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે વન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળોએ કલેક્શન સેન્ટર, સારવાર કેન્દ્રો તથા હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે. જે હેલ્પલાઇન મારફત ઘાયલ પક્ષીની જાણકારી આપી તેનો જીવ બચાવવા અને આ કરૂણા અભિયાનમાં સહભાગી થવા સૌ નાગરિકોને વિનંતી કરાઈ છે.

- Advertisement -

ફક્ત ઉતરાયણના દિવસે પતંગ ચગાવીએ.વૃક્ષો ઇલેક્ટ્રીક લાઈન અને ટેલીફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ.ઘાયલ પક્ષીને જોતાં તરત જ નિકટના સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ.ઘાયલ પક્ષીની આંખને કપડાંથી ઢાંકી હવાની અવર-જવર થઈ શકે તેવા પાત્રમાં બનતી ત્વરાએ સારવાર કેન્દ્ર સુધી પહોંચાડીયે.છત પર કે આજુબાજુના વૃક્ષો પર ફસાયેલી દોરીઓનો નિકાલ કરીયે. સવારે 9 વાગ્યા પહેલા કે સાંજના 5 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ.ક્યારેય પણ તુકલ કે ફુગ્ગા ન ચગાવીએ.ચાઈનીઝ, સિન્થેટિક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામાં ઉપયોગ ન કરીએ.ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરતા યોગ્ય સારવાર સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરીએ. પક્ષીની ત્વરિત સારવાર થાય તે માટે રાજ્ય સરકારના એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર 1962 પર કોલ કરી કે વન વિભાગના હેલ્પલાઈન 8320002000 ઉપર વોટ્સપમાં ઊંફિીક્ષફ લખી વિગતવાર માહિતી મળી શકશે.

  • જિલ્લાના વિવિધ તાલુકાઓ માટે ઉભા કરાયેલ સારવાર કેન્દ્રોના સરનામાં તથા સંપર્ક નંબરો

જામનગર શહેર માટે સાંઈધામ બર્ડ હાઉસ, નવાગામ ઘેડ-7984402500, 78785 55548 લાખોટા નેચર કલબ ડી.કે.વી. કોલેજ પાસે 75748 40199, 9033550341 કુદરત ગૃપ રેલવે સ્ટેશન પાસે ગાંધીનગર 92288 77911, 70165 08073 શિવદયા ટ્રસ્ટ લાલપુર ચોકડી પાસે 98799 99567 નિસર્ગ નેચર કલબ ગોકુલ નગર 9274595395, 78747 99129 જીવ સેવા ફાઉન્ડેશન સાત રસ્તા સર્કલ 72030 30208, 9638768498, 9904949328, જામનગર તાલુકા માટે આર.ઓફ.ઓ.ની કચેરી, ગંજીવાડા, નાગનાથ ગેટ પાસે, જામનગર 9426521047, 92749 99925, 83203 82690, 9586341717, જોડીયા તાલુકા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી તાલુકા પંચાયતની બાજુમાં 88493 21894, 78599 02725, 96019 01342 ધ્રોલ તાલુકા માટે આર.એફ.ઓ. ની કચેરી, નોર્મલ રેન્જ, રાજકોટ જામનગર હાઇવે તથા સામાજિક વનીકરણ રેન્જ, જોડીયા રોડ, 88493 21894, 78599 02725, 97233 21475, 8140073898 જામજોધપુર તાલુકા માટે આર.એફ.ઓ. ની કચેરી, નોર્મલ રેન્જ તથા સામાજિક વનીકરણ રેન્જ 97732 34586, 97693 51111, 9913371877 કાલાવડ તાલુકા માટે આર.એફ.ઓ. ની કચેરી, ગંજીવાડા, નદીના સામે કાંઠે 9429519492, સિક્કા ગામ માટે આર.એફ.ઓ. ની કચેરી, મરીન નેશનલ પાર્ક 9426673060 પર સંપર્ક કરી ધાયલ પક્ષીઓની મદદે આવવા વન વિભાગ દ્વારા અપીલ કરાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular