જામનગર માં સંભવિત વાવાઝોડા ને પોહચી વળવા તંત્ર દ્વારા અનેકવિધ તકેદારી રૂપી પગલાઓ લેવા માં આવી રહયા છે ત્યારે હવે સામાજિક સંસ્થાઓ પણ વાવાઝોડા માં મદદરૂપ થવા મેદાને આવી રહી છે. જલારામ સેવા ટ્રસ્ટ-હાપા અને જામનગર લોહાણા મહાજન ના સયુંકત ઉપક્રમે વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે અનોખો સેવા યજ્ઞ શરુ કરાયો છે.
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માં “તૌકતે” વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઈ અસરગ્રસ્ત લોકો માટે વાવાઝોડાના સંકટ રૂપ સંજોગોમાં બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા શરૂ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અસરગ્રસ્ત નાગરિકોને ખીચડી, શાક રોટલી / રોટલાના ભોજનનું વિતરણ કરવામાં આવશે.આ માટે સંસ્થા ના જીતુભાઈ લાલ – ૯૮૨૪૦ ૨૩૩૩૧, શ્રી રમેશભાઈ દતાણી- ૯૮૨૪૮૦૨૧૨૨, ભરતભાઈ કાનાબાર -૯૮૨૪૨૫૧૧૫૨, ભરતભાઈ મોદી -૯૮૨૪૨૨૫૫૬૬, રાજુભાઈ હિંડોચા -૯૪૨૭૫૭૪૮૧૧, ભાવિનભાઈ ભોજાણી – ૯૯૧૩૧૭૧૮૮૬,મુકેશભાઈ લાખાણી – ૯૪૨૭૯૪૪૬૬૫, નવનીતભાઈ સોમૈયા – ૯૮૨૪૨૩૪૩૪૬, મનોજભાઈ અમલાણી – ૯૮૨૪૪૫૧૭૧૮, જીજ્ઞાબેન તન્ના – ૯૯૯૮૪૬૪૭૩૧,જયેન્દ્ર કારીયા – ૯૮૨૫૩૧૪૧૫૩ નો સંપર્ક કરવા સંસ્થા ની યાદી જણાવેલ છે
વાવાઝોડા દરમિયાન જલારામ સેવા ટ્રસ્ટ-હાપા અને જામનગર લોહાણા મહાજન દ્વારા સેવાયજ્ઞ
અસરગ્રસ્ત લોકો માટે ભોજન વ્યવસ્થા