ગુજરાતમાં પ્રવાસીઓ માટે હવે અમદાવાદથી કઈપણ યાત્રાધામ પહોંચવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ થશે. એટલે કે તમારે અમદાવાદથી કોઈપણ યાત્રાધામ પહોંચવું હોય તો તમને હેલિકોપ્ટર મળશે. અમદાવાદ બેઝડ એરોટ્રાન્સ પરથી આ સેવા શરૂ કરવામાં આવશે. આગામી 27 ડિસેમ્બરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સેવાનો પ્રારંભ કરવામાં આવશે.
આગામી 27 ડિસેમ્બરથી રણોત્સવનો આકાશી નજારો જોઈ શકાશે. હેલિકોપ્ટર દ્વારા આ મજા માણી શકાશે. આ માટે બુકીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી ધોરડો, અંબાજી, અમદાવાદથી શ્રીનાથજી, અમદાવાદથી પાલીતાણા, અમદાવાદથી સાળંગપુર, અમદાવાદથી સોમનાથ, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિયી, અમદાવાદથી વડનગર અને અમદાવાદથી નડાબેટની હેલિકોપ્ટર સેવા મળશે.
આ સ્થળો પર હેલિકોપ્ટર દ્વારા યાત્રા કરવી હોય તો તેની ટીકીટ ઓનલાઈન બુક કરાવવી પડશે. https://dhordo-joyride. aerotrans.in પર માહિતી ઉપલબ્ધ છે.