કેદારનાથ નજીક ગરૂડચટ્ટીમાં આજે સવારે સર્જાયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલોટ સહિત 6 લોકોના મૃત્યુ થયા છે. દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર ઉત્તરાખંડમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરૂડ ચટ્ટીમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં પાયલોટ સહિત છ લોકોના મૃત્યુ થયા છે.
આ દુર્ઘટના માટે ખરાબ મોસમને જવાબદાર માનવામાં આવે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીના સચિવ અભિનવકુમારે દુર્ઘટનામાં છ લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું અને ગુપ્તકાશીથી કેદારનાથ જઇ રહયું હતું. આ દુર્ઘટનાને પગલે કેદરાનાથી અન્ય હેલિકોપ્ટર સેવાઓને રોકી દેવામાં આવી છે.