Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકાશ્મીરમાં જોરદાર હિમવર્ષા, ઉત્તર ભારતમાં ઠંડીનું એલર્ટ

કાશ્મીરમાં જોરદાર હિમવર્ષા, ઉત્તર ભારતમાં ઠંડીનું એલર્ટ

કાશ્મીરમાં હાલ 40 દિવસનો ચિલ્લઇ કલાનનો તબક્કો ચાલે છે

કાશ્મીરમાં નવેસરથી જોરદાર હીમવર્ષા શરુ થવા સાથે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ સર્જાયો છે.કાશ્મીરના દ્રાસમાં તાપમાનનો પારો ગગડીને માઇનસ 20.8 ડીગ્રીએ સરકી ગયો હતો. સમગ્ર રાજ્યમાં મોટાભાગે તાપમાન માઇનસમાં જ રહેવાની સાથોસાથ સર્વત્ર બરફની ચાદર સર્જાય છે.

- Advertisement -

ભારતના મોટાભાગના ઉત્તરીય રાજ્યોમાં કાતીલ ઠંડીનો દોર યથાવત રહેવા સાથે આવતા ત્રણ-ચાર દિવસ સુધી ગાઢ ધૂમ્મસ સર્જાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કાશ્મીરમાં સૌથી વધુ કાતીલ ઠંડી હોય તેમ નવેસરથી ભારે હીમવર્ષાથી તાપમાનનો પારો વધુ નીચે સરક્યો છે. દ્રાસમાં તાપમાન માઇનસ 20.8 ડીગ્રી નોંધાવા ઉપરાંત શ્રીનગરમાં માઇનસ 4.4 ડીગ્રી, પહેલગામમાં માઇનસ 7.2 ડીગ્રી, ગુલમર્ગમાં માઇનસ 9.2 ડીગ્રી તથા લેહમાં માઇનસ 14 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. કાશ્મીરમાં હાલ 40 દિવસનો ચિલ્લઇકલાનનો તબક્કો ચાલી રહ્યો છે અને આ દરમિયાન સૌથી વધુ બરફ વર્ષા થતી હોય છે.

30 જાન્યુઆરી સુધી ચિલ્લઇકલાનનો સમય રહેવાનો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આવતા દિવસોમાં રાત્રિનું તાપમાન વધુ નીચે ઉતરવાની શક્યતા છે. કાશ્મીર ઉપરાંત પંજાબ, હરિયાણા, ઉતરપ્રદેશ તથા હિમાચલ પ્રદેશમાં પણ ગાત્રો થીજવતી ઠંડીનો દોર રહ્યો છે. આવતા ત્રણ દિવસ ગાઢ ધૂમ્મસ છવાવાની ચેતવણીને પગલે સરકાર દ્વારા પણ આગમચેતીના પગલા લેવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular