મુંબઇ શહેરમાં આખરે ચોમાસાનું આગમન થયું છે. સતત બીજા દિવસે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે મુંબઇગરાઓને મુશ્કેલીઓમાં વધારો થયો છે. અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો. જયંત સરકારના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે તો મુંબઈમાં 10 જૂનથી ચોમાસું પ્રવેશે છે, પરંતુ આ વર્ષે 1 દિવસ પહેલાં પહોંચ્યું છે. મુંબઈમાં ધોધમાર વરસાદ વચ્ચે આજે બુધવારે સવારે 11.45 વાગ્યે હાઈટાઈડ આવી શકે છે. આ દરમિયાન સમુદ્રમાં 4થી 5 મીટર ઊંચાં મોજાં ઊછળી શકે છે. જો વરસાદ આમ જ વરસતો રહ્યો તો નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જવાની સંભાવના રહેલી છે. આને કારણે કોરોના સંક્રમણ અંગે પણ મુશ્કેલીઓમાં વધારો નોંધાશે. આગામી કેટલાક દિવસોમાં મોન્સૂન તેલંગાણા, આંધ્રપ્રદેશના અન્ય કેટલાક ભાગો સક્રિય થઈ શકે છે. આગામી 4-5 દિવસમાં છત્તીસગઢ, વિદર્ભ, ઝારખંડ, ગુજરાત, તેલંગાણા સહિત આશરે 14 રાજ્યમાં ભારે વરસાદની સંભાવના જણાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 10 જૂન પછી પૂર્વી ભારત અને મધ્ય ભારતમાં ખાસ કરીને ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળના ગાંગીય ક્ષેત્રમાં, 11 જૂને બંગાળ અને બિહાર, 11-12 જૂને પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી. બંગાળની ખાડીમાં આ ચોમાસાના પ્રથમ લો પ્રેશર ક્ષેત્ર તૈયાર થઈ રહ્યું છે. આના કારણે ઓડિશા, સિક્કિમ, ઝારખંડ, બિહાર, પૂર્વી ઞઙ, ખઙ અને ગુજરાતના કેટલાક ભાગમાં મોન્સૂન પહોંચશે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના કિનારે વાવાઝોડાના વેગે પવન ફૂંકાઈ શકે છે. આની અસરથી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કર્નાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં 11-13 જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવનાઓ જણાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશભરમાં 8 જૂન સુધી 33.6 મિમી વરસાદ નોંધાયો છે, 1થી 8 જૂન સુધી નોંધાતો એવરેજ વરસાદ (28.3 મિમી)થી 18% (5.3 મિમી) વધુ છે.