રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર જામનગર જીલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે ત્યારે આજ રોજ કાલાવડ શહેર તથા તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવાર થી વરસાદી માહોલ જામ્યો હતો.
કાલાવડ તાલુકાના શિસાગ,મોટા વડાલા,જસાપર,નિકાવા,પીઠડીયા, જુવાનપર સહિત ના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડીબાંગ વાદળો છવાયા બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. એક કલાક માં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી જતા લોકોને ગરમી માંથી રાહત મળી હતી તો બીજી તરફ વરસાદ પડતાં ધરતીપુત્રો માં પણ ખુશી જોવા મળી રહી છે. અને વરસાદ પડતાં બાળકો દ્વારા વરસાદ ની મજા માણતા જોવા મળ્યા હતા