ગુજરાતમાં ઉનાળાની શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ વધ્યો છે. માર્ચ મહીનામાં જ ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તાપમાન 40ડીગ્રી વટાવી ગયું છે. માર્ચ મહિનામાં હવામાન વિભાગની હીટવેવની આગાહી બાદ એપ્રિલની શરૂઆતમાં જ હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી ત્રણ દીવસ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. આગામી 3 દિવસ સુધી 2 થી ૩ ડિગ્રી તાપમાન ઉંચકાશે. તા.31 માર્ચના રોજ પોરબંદર અને કચ્છમાં, તા.1 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને કચ્છ, 2જી એપ્રિલના રોજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 48 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ ત્યાર બાદ ત્રણ દિવસ સુધી તાપમાનમાં વધારો થશે. જેના પરિણામે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.