કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ અગ્નિપથ યોજનાને લઈ ઠેર-ઠેર વિરોધ જોવા મળ્યું હતું. અને યોજનાના વિરૂધ્ધમાં ઘણી અરજીઓ આવેલ હતી. જેની સુપ્રીમ કોર્ટ 15 જુલાઇએ સુનાવણી કરશે. તેમજ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની બેંચ આ કેસની સુનાવણી કરશે. યોજનાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 2 વર્ષથી વાયુસેનામાં નિમણૂકની રાહ જોતાં લોકોને શંકા છે કે તેમની 20 વર્ષની કારકિર્દી ઘટીને 4 વર્ષની થઈ જશે. આ અરજીમાં કહેવાં આવ્યું છે કે વર્ષ 2017માં 70 હજારથી વધુ લોકોએ તાલીમ લીધી. તાલીમ બાદ વિધાર્થીઓને આશ્ર્વાસન આપવામાં આવ્યું હતું કે, નિમણૂક પત્ર જાહેર કરવામાં આવશે પરંતુ હવે આ યોજના આવ્યા બાદ આ વિધાર્થીઓની કારકિર્દી દાવ પર લાગી છે. અગ્નિપથ યોજનાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે પણ કેવિયટ દાખલ કરી છે.